Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર ઝાપટા વરસ્યા

મેઘાવી ડોળ રહ્યો પરંતુ મેઘરાજા તૂટી ન પડતા ચિંતા : સવારથી ધુપ-છાંવ

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ ગઇકાલે બરાબરનો જામ્યો હતો, પરંતુ ઝાપટા જ વરસતા ચિંતા પ્રસરી ગઇ છે.

આજે સવારથી સર્વત્ર ધુપ-છાંવનો માહોલ છવાયો છે.

કાલે સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં તથા વડીયા, જામનગર, ધ્રોલ, અંજાર, મુંદ્રા, રાજુલા, મહુવામાં હળવા ઝાપટા વરસ્યા હતાં.

ખંભાળીયા

ખંભાળીયા : બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે ગઇકાલે બપોરે વરસાદનું આગમન થયું હતું. ખંભાળીયામાં વરસાદના ઝાપટા જ પડયા હતાં જયારે ગામડાઓમાં અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડતા લાંબા સમયે વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી તથા મૂરઝાયેલી મોલાતોને જીવનદાન આવ્યું છે.

ખંભાળીયા પોરબંદર રોડ પર કેશોદ, વિંઝલપર, શેરડી ભાડથી વિ. ગામોમાં ૧થી ૧ાા ઇંચ જેવો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં તો ખંભાળીયા ભાણવડ રોડ પર ભાણખોખરી આસપાસના ગામોમાં પણ અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

ખંભાળીયામાં ૧૮ ઇંચ વરસાદ પડયાના વીસ દિવસ પછી વરસાદ પડતા ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ હતી તથા તાલુકાના ૩૦થી ૩પ ગામોમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો હતો. ખંભાળીયામાં નવ મીલી તથા દ્વારકામાં ૪ મીમી નોંધાયો છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ ર૯.પ, લઘુતમ-ર૪.૮, ભેજ-૯૩ ટકા, પવન-૪.પ રહ્યો હતો. (૮.૯)

(11:40 am IST)