Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

સૌરાષ્ટ્ર - કચ્છ ફકીર સમાજ ની રાજકોટમાં પ્રથમ વખત બેલેટ પેપર થી થઇ ચુંટણી...

ચાર ઉમેદવારો પૈકી વંથલી ના ઈરફાન શાહ નો વિજય

નીકાવા, તા.૧૦: રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં અખિલ સૌરાષ્ટ્ર - કચ્છ ફકીર સમાજ ના હોદ્દેદારો ની મુદત પૂર્ણ થતા લોકશાહી ઢબે ચુંટણી યોજવામાં આવી હતી. પ્રમુખ પદ ના ચાર ઉમેદવારો હનીફ્ષા શાહમદાર, ઉસ્માન ગની કુરેશી, ફિરોઝ પઠાણ, અને વંથલી ના ઈરાફાન શાહ એ જમ્પલાયું હતું, ફકીર બિરાદરોએ પ્રથમ વખત બેલેટ પેપર થી મતદાન કુટીર માં જઈ મતદાન કર્યું હતું. નિયુકત ચુંટણી અધિકારી એ મત ગણતરી કરતા પ્રમુખ પદ ના ચાર ઉમેદવારો પૈકી જુનાગઢ જીલ્લા ના યુવા મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહ ને પોતાના હરીફ ઉમેદવારો કરતા વધુ મત મળતા તેમને વિજય જાહેર કરાતા જ વિજેતા ઉમેદવાર નાં સમર્થકો માં હર્ષોલ્લાસ ફેલાઈ જવા પામેલ ઈરફાન શાહ એ આભાર પ્રગટ કરતા જણાવેલ કે, સમાજ નાં મતદારો દ્વારા મુકવામાં આવેલ વિશ્વાસ ને સાર્થક કરવા નિષ્ઠા પૂર્વક પ્રયત્ન કરીશ, ફકીર સમાજ ના હક્ક હિત અને અધિકાર માટે રજૂઆત કરવાની ખાત્રી આપી સમાજ નાં હિત માં સતત કાર્યરત રહેવાની બાહેંધરી આપી હતી.અખિલ સૌરાષ્ટ્ર ફકીર સમાજ ના કારોબારી અઘ્યક્ષ રાજકોટ નાં ચમનશા બાપુ, યાસીન બાપુ શાહમદાર, રફીકશા કાદરશા શાહમદાર (નિકાવા), આમદશા બાપુ, દિલાવર બાપુ કનોજીયા, સહિતના આગ્રાણીઓ એ જહેમત ઉઠાવી હતી.(૨૩.૭)

(11:39 am IST)
  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • મોરબી રોડ ચેકપોસ્ટ પાસે ડમ્પરે એકટીવાને ઠોકર મારતા દેરાણી-જેઠાણીના મોત: બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ખોડુભા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો access_time 4:35 pm IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST