Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના આરોપી રફીકને મુદ્દામાલ સાથે ઝડપી લીધો

ભાવનગર લોકલ ક્રાઇમ બાન્ચે તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરીના આરોપીને મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો છ તા.૦૮/૦૮/૨૦૧૮નાં રોજ ફરિયાદી પ્રમોદભાઇ અમૃતલાલ શાહ (રહે. ગીતા ચોક, ભાવનગર વાળા)એ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવાં ફરિયાદ દાખલ કરાવેલ કે,તેઓ તા.૦૭/૦૮/૨૦૧૮નાં રોજ પોતાની ઓફિસે હતાં.તેઓનાં પત્નિ જૈન ઉપાશ્રયામાં અતિક્રમણ કરવા ગયેલ.આ દરમ્યાન તેઓનાં ઘરે ચોર આવેલ હોવાનો ફોન આવતાં ઘરે જઇને જોયેલ તો એક માણસ અગાશીમાંથી કુદકો મારી ભાગી ગયેલ.તેઓએ ઘરમાં જઇ તપાસ કરતાં સોનાનાં દાગીનાં,રોકડ ૧૦,૦૦૦/- તથા મોબાઇલ મળી કુલ ૧,૧૨,૫૦૦/-નાં મુદ્દામાલની ચોરી થયેલ હોવાનું જણાવેલ.જે અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.આ ગુન્હાની તપાસ વાય.એમ. ચુડાસમા પો.સબ ઇન્સ.,ઘોઘા રોડ પોલીસ સ્ટેશન, ભાવનગરનાંઓને સોંપવામાં આવેલ.

  આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ઉપરોકત ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.

   જે સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મેઘાણી સર્કલ પાસે આવતાં પો.કો. મીનાજભાઇ ગોરી તથા પો.કો. શકિતસિંહ ગોહિલને સંયુકત રીતે બાતમી મળેલ કે, અગાઉ ઘરફોડ ચોરીઓનાં ગુનામાં પકડાઇ ગયેલ રફીક રજાકભાઇ ડેરૈયા લાલ તથા પીળા કલરનો ચોકડીવાળો શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરી આગળ ઉભો છે.જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં રફીક ઉર્ફે રફો S/O રજાકભાઇ જીવાભાઇ ડેરૈયા (ઉ.વ.૨૧) (  રહે.નવરંગ ફલેટ,જાહેર શૌચાલય ની બાજુમાં,પીરછલ્લા શેરી,ભાવનગર)હાજર મળી આવેલ.તેની અંગજડતી તપાસ કરતાં સોનાનાં દાગીનાં પેંડલ, ચેઇન તથા જીઓ કંપનીનો મોબાઇલ મળી કુલ ૯૭,૭૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ જે અંગે તેની પાસે આધાર-પરમીટ માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે તમામ મુદ્દામાલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં કુલ ૯૭,૭૦૦/-નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી  Cr.P.C. કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ.મજકુરને Cr.P.C.કલમઃ-૪૧(૧) ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

તેની પુછપરછ કરતાં તેણે ઉપરોકત તમામ મુદ્દામાલ બે દિવસ પહેલાં ગીતા ચોક વિસ્તારમાં આવેલ મકાનેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.

આમ,ભાવનગર,એલ.સી.બી. ટીમને બે દિવસ પહેલાં ભાવનગર, ગીતા ચોકમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી ૯૭,૭૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળેલ છે.

 સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા  એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, અનિરૂધ્ધસિંહ રાણા, મહિપાલસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, મીનાજભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ, સત્યજીતસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, તરૂણભાઇ નાંદવા, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(6:53 pm IST)
  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST