Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

મોરબીના બંધુનગર ગામે વધુ એક તથા શહેરમાં બે કોરોના પોઝીટીવ કેસઃ કુલ કેસ ૯૪ થયા

મોરબીઃ મોરબી જિલ્લા ર્તેમજ શહેરમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બે-કાબૂ થતી જાય છે. આજ રોજ મોરબી શહેરમાં ૨ પોઝીટીવ કેસ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૧ પોઝીટીવ કેસ મળી ને કુલ ત્રણ કેસ નોંધાયા છે.

મોરબી શહેરની નજીકમાં આવેલ મકનસર ગામના બંધુનગર વિસ્તાર માંથી ૪૨ વર્ષીય પુરુષ નો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેમનો રિપોર્ટ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવેલ. તદુઉપરાંત મોરબી શહેરમાં બે કોરોના કેસ પોઝીટીવ આવેલ છે. જેમાં નવા બસ સ્ટેશન પાછળ આવેલ પુનિતનગરમાં ૬૮ વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેમજ નવલખી બાયપાસ પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય મહીલા વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝીટીવ આવેલ છે. આ બંને રિપોર્ટ ખાનગી હોસ્પિટલ માંથી અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ. આજના ત્રણ કેસ સાથે મોરબી જિલ્લાનો કોરોના કેસનો આંકડો ૯૬ પહોંચી ગયેલ છે. તેમજ મૃત્યુ ૬ થયેલ છે. સંભવત આજ રોજ મોરબી જિલ્લો કોરોના કેસમાં સતક લગાવશે.

(5:18 pm IST)