Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે બીજે દિ' કોરોનાના વધુ ૧૦ કેસ

બે પરિવારના પાંચ સભ્યો મહામારીની ઝપટે ચડી જતા લોકોમાં ભારે ફફડાટ

વઢવાણ તા. ૧૧ : સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પ્રકારે કોરોનાથી ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર શહેરના શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણ નો ભરડો વધી રહ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના સતત પોઝીટીવ કેસો સામે આવ્યા છે ત્યારે એક તારણ મુજબ સુરેન્દ્રનગર શહેરના શહેરી વિસ્તારમાં ટોટલ જિલ્લાના ૭૩ ટકા કેસો સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં નોંધાવા પામ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે ખાસ કરી ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦ નવા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો આવ્યા હતા ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૯૦ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે ત્યારે જે ગઈ કાલે ૧૦ પોઝિટિવ કેસો આવ્યા જેમાંના બે પરિવાર ના પાંચ લોકો કોરોનાની લપેટમાં આવી જવા પામ્યા છે..

સુરેન્દ્રનગર જિલ્લાની જીનતાન રોડ પાસે આવેલ સંસ્કાર સોસાયટીના એક જ પરિવારના સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમાં વાત કરીએ તો તે ૫૩ વરસના મહિલા અને ૫૫ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવતા પામ્યો છે. આ બંને એક જ સોસાયટી અને એક જ પરિવારના સભ્યો છે.

ત્યારે બીજી સોસાયટીની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંબા મિકેનિક પાસે આવેલ કડિયા સોસાયટીમાં પણ એક જ પરિવારના ત્રણ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં ૧૨ વર્ષીય બાળકી નવ વર્ષની બાળકી અને ૧૮ વર્ષના પુરુષ નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(3:09 pm IST)