Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાજકોટ જિલ્લાના ૮ તાલુકાના ૩૧ વિસ્તારોના ૫૦૦થી વધુ લોકો કન્ટેન્મેન્ટ ઝોનમાં : માઇક્રોમાં ફેરવવા દરખાસ્ત

કલેકટર તંત્ર દ્વારા રાજ્ય સરકારને લીસ્ટ મોકલાયુ : મંજૂરી બાદ નિર્ણય

રાજકોટ તા. ૧૧ : રાજકોટ જિલ્લાના ૮ તાલુકાના ૩૧ જેટલા વિસ્તારોના ૫૦૦થી વધુ લોકો હાલ કન્ટેનમેન્ટ ઝોનમાં છે, આ ૮ તાલુકામાં જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, પડધરી અને રાજકોટ તાલુકાનો સમાવેશ થાય છે.

કલેકટર કચેરીના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે આ ૮ તાલુકાના કુલ ૧૬૧ ઘરોને કવર કરાયા છે, અને ૫૦૦થી વધુ લોકો તા. ૫ જુલાઇથી ૭ જુલાઇ દરમિયાન કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા છે.

હવે ઉપરોકત તાલુકાના જે ક્ષેત્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે, તે તમામને માઇક્રોમાં ફેરવવા અંગે કલેકટર તંત્રે રાજ્ય સરકારને દરખાસ્ત કરી આખુ લીસ્ટ મોકલ્યું છે, સરકારમાંથી મંજુરી મળ્યા બાદ કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

(1:20 pm IST)