Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

પોરબંદર આરજીટી કોલેજ નજીક અઠવાડીયાથી આંટાફેરા કરતો દીપડો હાથ આવતો નથી

લોકો કહે છે કે વન વિભાગે મુકેલા પાંજરાની આસપાસ દીપડો આંટાફેરા કરી જાય છે

પોરબંદર, તા., ૧૧: આરજીટી કોલેજ નજીક આઠવાડીયા દીપડો આંટાફેરા કરી જતો હોય આ વિસ્તારના રહેણાંક વિસ્તારમાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. લોકો કહે છે દીપડો ગમે ત્યારે આ વિસ્તારમાં આવી જાય છે અને દીપડાને પકડવા વન વિભાગે મુકેલા પાંજરાની આસપાસ દીપડો  આંટાફેરા કરીને ચાલ્યો જાય છે.

જો કે આરજીટી કોલેજ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ફરી દીપડો લોકોની નજરે ચડયો નથી પરંતુ ગમે ત્યારે ફરી આવી જાય તેવો ફફડાટ આ વિસ્તારના લોકો થઇ રહયો છે.

લોકોમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે બે દિવસથી દીપડો આવ્યો ન હોય બરડા ડુંગરમાં ચાલ્યો ગયેલ છે. આ વિસ્તારમાં દીપડાને પકડવા વધુ પાંજરા મુકવા લોકો માંગણી કરી રહી છે.

(1:18 pm IST)