Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

અમરેલી જીલ્લામાં વધુ ૪ કોરોના કેસ

અમરેલી, તા. ૧૧ : આજે અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૪ પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

જેમાં લીલીયાના દાડમાના ૬પ વર્ષીય પુરૂષ કોવિડ-૧૯ પોઝીટીવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હતાં. ચલાલાના પ૧ વર્ષીય પુરૂષ ૬-જુલાઇના સુરતથી આવ્યા હતાં. રાજુલાના ડુંગરના ૭૦ વર્ષીય વૃદ્ધ ર૮-જુનના મુંબઇથી આવ્યા હતાં.

લાઠીના ધામેલના ૪ર વર્ષીય પુરૂષ -૩ જુલાઇના સુરતથી આવ્યા હતાં.

આજ સુધી કુલ ૧૧ મૃત્યુ, ૪૪ સારવાર હેઠળ ૮૧ ડીસ્ચાર્જ અને ૧૩૬ કુલ પોઝીટીવ કેસ થયા છે. (૮.૧૭)

 

(3:34 pm IST)