Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

શહેરમાં ચારો તરફ વધતા જતા કેસોને લઈને અગમચેતીના ભાગરૂપે રવિવારથી રવિવાર સુધી ઉત્પાદન યુનિટો સંપૂર્ણ બંધ રેહશે : મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

મોરબી : શહેરમાં દિવસેને દિવસે વધતા જતા કોરોના કેસોની સંખ્યા જોતા મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝે એક સપ્તાહ સુધી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન આવતી કાલે રવિવાર 12 તારીખથી શરુ થઈ 19 તારીખ રવિવાર સુધી લાગુ કરવાનું ક્લોક ઇન્ડસ્ટ્રીઝે સ્વયં નક્કી કર્યું છે.

પાછલા 1 સપ્તાહથી જે રીતે મોરબી શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે તેને જોતા મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોએ ક્લોક મેન્યુફેક્ચર યુનિટોને એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મોરબી ક્લોક એસોસિએશના પ્રમુખ શશાંક દંગીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કેસો સામે આવી રહ્યા છે તે જોતા ક્લોક મેન્યુફેક્ચર યુનિટોને રવિવારથી રવિવાર સુધી બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય લેવામાં આવ્યો છે.

શશાંકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ક્લોક ઈન્ડસ્ટ્રીઝમાં મોટેભાગે આજુબાજુના ગામડાઓમાંથી બહેનો જ કામ કરવા આવે છે ત્યારે ગામડાઓમાં વધુ સંક્રમણ ફેલાવવાની દહેશત રહે છે. આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે કારખેનેદારો ઓફીસ વર્ક કરી શકશે તેમજ 20 તારીખને સોમવારે ક્લોક મેન્યુફેકક્ચર યુનિટ રાબેતા મુજબ ચાલુ કરવા કે નહીં તેનો નિર્ણય આવતા શુક્રવારે લેવામાં આવશે તેવું તેઓએ અંતમાં જણાવ્યું હતું.

(12:55 pm IST)