Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

પ્રભાસપાટણમાં રસ્તાનું અધુરૂ કામ

પ્રભાસપાટણઃ શાંતિનગર સોસાયટીમાં રસ્તાના કામો માટે એક વર્ષ પહેલા રસ્તા ખોદી નાખેલ છે અને ત્યારબાદ આ રસ્તાની કામગીરી બંધ છે અત્યારે ચોમાસાની સીઝન હોવાથી વરસાદને કારણે ખોદેલા રસ્તામાં પાણી ભરાયેલ છે અને તેથી કાદવ-કીચડના થર જામી ગયેલ છે. જેથી આ સોસાયટીમાં રહેતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ સોસાયટીમાંથી ટુ વ્હીલો કાઢવા મુશ્કેલ બનેલ છે અને પગપાળા ચાલીને નિકળવામાં પણ આ કીચડમાંથી પસાર થવું પડેછે આ સોાસયટીના મોટાભાગના લોકો મજુરી કામ કરીને ગુજરાન ચલાવે છે. જેથી રોજ મુજરી કામે જવુ પડે છે આ સોસાયટીના અતિ બિસ્માર રોડને કારણે વાહનો કાઢવા કષ્ટદાયક છ. ેઆ રોડ બનાવવા માટેએક વર્ષ પહેલા રોડ ખોદી નાખેલ હતા. અને ડામર રોડ બનાવવામાં હતા પરંતુ સોસાયટીના લોકોની માંગણી હતી કે આ રોડ સિમેન્ટના બનાવે તો ટકી શકે કારણ કે આ સોસાયટીમાં નગર પાલીકા દ્વારા ઘોરીયાની વ્યવસ્થા ન હોવાથી પાણી રોડ ઉપર આવે જેથી ડામરનો રોડ તુટી જાય પરંતુ આ લોકોની સિમેન્ટના રોડ બનાવવાની માગણી માન્ય ન રાખી અને રોડનું કામ બંધ રાખી અને કોન્ટ્રાકટર ભાગી ગયેલ અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ હતી પરંતુ આજ દિવસ સુધી એક વર્ષના સમયગાળામાં આ રોડ બનેલ નથી અને નગરપાલીકા પોતાના વેરાઓ નિયમીત ઉઘરાવે છે. પરંતુ લોકોને પુરતી સુવિધા આપતી નથી તો આ રોડ તાત્કાલીક બને તેવી માંગણી છે. ખોદાયેલા રસ્તાની તસ્વીર (તસ્વીર-દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:42 am IST)