Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ગોંડલ નદીની સ્વચ્છતા મામલે જનરલ બોર્ડની મીટીંગમાં વિપક્ષના સદસ્યોની રજૂઆત

કોરોના મહામારીના કારણે લોકમેળાનું આયોજન બંધ રાખવા પણ રજુઆત : યતિશભાઇ દેસાઇ

ગોંડલ, તા. ૧૧ : ગોંડલ શહેરમાં આવેલી નદીમાં કચરો અને ગટરના પાણીના કારણે તેની હાલત દીન-પ્રતિદિન બત્તર થતી જાય છે. આજે ટાઉન હોલમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષના સદસ્યોએ નદીની સ્વચ્છતાને લઇને લેખિત રજુઆત કરી હતી.

ગોંડલ ટાઉન હોલમાં આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં વિપક્ષના સદસ્ય યતિશભાઇ દેસાઇ, ઓમદેવસિંહ પી. જાડેજા, ફજલભાઇ માંડવીયા, નિલેશભાઇ કાપડીયા, શીતલબેન ગોૈરાંગભાઇ મહેતા, નીતાબેન શાહ, નૈનાબેન કાલરીયા, રસીલાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાં. આ મીટીંગમાં વિપક્ષના સદસ્યો એ લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે ગોંડલ શહેરની નદી આપણા માટે 'માં' સમાન છે. છેલ્લા ર૦ વર્ષથી વધુ સમયથી ગોંડલી નદીની હાલત ગટરથી પણ બત્તર છે. શહેરનો કચરો અને ગટરના પાણી નદીમાં ઠલવાય છે. નગરપાલિકા આ નદીની સ્વચ્છયતા કરી શકે તેમ નથી એક દિવાલ ટુટી ગઇ છે તેનો ખર્ચ રૂ. ૧પ લાખનો એજન્ડામાં આ નદીની પવિત્રતા સ્વચ્છતા અને લોકોની સુખકારી જાળવવા માટે નદીની કાયા પલટ કરવા માટે નદીનું સંપૂર્ણ કામ સ્વામિનારાયણ અક્ષર મંદિરને સોંપવા અંગે જણાવ્યું હતું. આ રજુઆતને ધ્યાને લઇ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયાએ મૌખીક સહમતી આપી હતી.

ઉપરાંત વિપક્ષના સદસ્ય યતિશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારીના કારણે આગામી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન બંધ રાખવું જરૂરી છે. તેમ રજુઆત કરી હતી.

(11:35 am IST)