Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ભાણવડમાં એનિમલ લવર્સ ગ્રુપનું ચાલુ વરસાદે શિયાળના બચ્ચાનું કૂવામાંથી રેસ્કયુ

ખંભાળીયા તા. ૧૧ :.. ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા મુંગા પ્રાણીઓને બચાવવા માટે તથા રેસ્કયુ કરીને જીવ બચાવીને સલામત સ્થળે મોકલાય છે.

તાજેતરમાં ૧ર-૧૩ ઇંચ વરસાદ પડયો ત્યારે મોડપર ગામે એક કુવામાં એક શિયાળનું નાનુ બચ્ચુ ફસાઇ ગયું હતું તે કુવામાં પડીને તેની ભેખડોના ટેકે વરસતા વરસાદમાં ધ્રુજતું હતું.

આ બાબતની જાણ એનિમલ લવર્સ ગ્રુપને થતાં આશીષ રમેશભાઇ ભટ્ટ તથા તેમના સ્વયં સેવકોએ ચાલુ વરસાદે કુવામાં એક ખાટલી ઉતરીને આ શિયાળના બચ્ચાને જંગલમાં સફળ રેસ્કયુ કયું હતું.

તાજેતરમાં વરસાદ પછી ગરમી નીકળતા ભાણવડ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સાત જેટલા ઝેરી તથા બીનઝેરી સાપનું પણ એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સફળ રેસ્કયુ કરીને તેમને જંગલમાં છોડવા વ્યવસ્થા કરાઇ હતી.

(11:35 am IST)