Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ધ્રાફા-૪, નિકાવા, ભુજમાં અઢી ઇંચ : હાલારમાં મેઘાએ ફરી જોર બતાવ્યું

સૌરાષ્ટ્રના અડધા વિસ્તારમાં માત્ર ઝાપટારૂપે વરસ્યો : આજે પણ વાદળીયુ હવામાન

રાજકોટ તા. ૧૧ : સૌરાષ્ટ્ર - કચ્છમાં ફરી ગઇકાલે મેઘાએ એન્ટ્રી બતાવી હતી. જેમાં પણ હાલારમાં મેઘાએ ફરી જોર બતાવ્યું હતું. જેમાં ધ્રાફા-૪, નિકાવા-અઢી, પીઠડમાં સવા બે ઇંચ, નવાગામમાં સવા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ભૂજમાં પણ ગઇકાલે અઢી ઇંચ પાણી વરસી ગયું હતું.

જામનગર જિલ્લો

જામનગર જિલ્લામાં કાલાવડ-૧૨, ધ્રોલ-૨૮, જોડીયા-૧૫, લાલપુર-૬, જામજોધપુર-૨૮, જામવણથલી-૧૦, બાલંભા-૧૪, પીઠડ-૫૫, લતીપુર-૪૪, જાલીયા દેવાણી-૧૦, લૈયારા-૩૦, નિકાવા-૬૫, ખરેડી-૪૦, ભ.ભેરાની-૩૫, નવાગામ-૫૫, મોટા પાંચદેવડા-૪૫, મોટા વડાળા-૪૫, સમાણા-૧૫, શેઠવડાળા-૩૨, જામવાડી-૨૯, વાંસજાળીયા-૩૪, ધુનડા-૨૭, ધ્રાફા-૧૩, પરડવા-૨૦, પીપરટોડા-૧૨, ભણગોર-૧૭ અને મોટા ખડયામાં ૩૫ મી.મી. વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત હાલારના ફૂલઝર-૧ ડેમ ઉપર ૧૫, ફુલઝર-૨ ડેમ ઉપર પાંચ, ડાઇમીણસાર-૩૦, ઉંડ-૩ ડેમ ઉપર ૩૦, આજી-૪ ડેમ ઉપર-૫૦, રંગમતી-૫, ઉંડ-૨ ડેમ ઉપર-૧૫, વોડીસંગ-૮૦, ફૂલઝર-૩૦, રૂપાવટી-૧૫, બાલંભડી-૨૦, વાગડીયા-૨૫ અને ઉંડ-૪ ડેમ ઉપર ૫૮ મી.મી. વરસાદ નોંધાયો છે.

વિંછીયામાં એક ઇંચ વરસાદ

વિંછીયામાં બપોરના ૧૨ વાગ્યે વરસાદી ઝાપટુ પડી ગયું હતું. બાદમાં બપોરના ૩.૩૦ વાગ્યે ધોધમાર વરાસદ પડી જતા અંદાજીત એક ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. જોકે વિંછીયામાં નદી-નાળા-તળાવ સતત ધીમા વરસાદથી ખાલી છે. મેઘો મુશળધાર વરસે અને નદી - નાળા - તળાવ છલકાવી દે તેમ વિંછીયાની જનતા ઇચ્છી રહી છે. વિંછીયા તાલુકાના ગામડાઓમાં પણ સારા વરસાદના વાવડ મળી રહ્યા છે.(૨૧.૧૨)

જ્યારે સૌરાષ્ટ્રમાં અન્યત્ર અનેક વિસ્તારો કોરા રહ્યા હતા તો કેટલાક વિસ્તારોમાં માત્ર ઝાપટા જ વરસ્યા હતા.

જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ગઢડા પોણા બે, ભાણવડ, ખંભાળીયા-૧, વાંકાનેર પોણો, ટંકારા-૧, જાફરાબાદ-સવા, રાજુલા પોણો અને માંડવીમાં પોણો ઇંચ સિવાય અન્યત્ર વરસાદ નહિવત રહ્યો હતો. જોકે આજે પણ વાદળીયુ હવામાન રહ્યું છે જે આંકડા નીચે મુજબ છે.

ગોહિલવાડ

ગારીયાધાર

૧૨

મી.મી.

પાલીતાણા

,,

મહુવા

,,

શિહોર

,,

વલ્લભીપુર

,,

બોટાદ જિલ્લો

ગઢડા

૪૫

મી.મી.

બોટાદ

,,

રાણપુર

,,

દ્વારકા જિલ્લો

ખંભાળીયા

૨૨

મી.મી.

ભાણવડ

૨૫

,,

મોરબી જિલ્લો

મોરબી

મી.મી.

વાંકાનેર

૧૭

,,

ટંકારા

૨૧

,,

માળીયા મીં.

,,

અમરેલી જિલ્લો

અમરેલી

મી.મી.

જાફરાબાદ

૨૧

,,

બગસરા

,,

બાબરા

,,

રાજુલા

૧૭

,,

લાઠી

૧૦

,,

લીલીયા

,,

સાવરકુંડલા

,,

કચ્છ

અબડાસા

મી.મી.

અંજાર

,,

ભચાઉ

,,

ભૂજ

૬૦

,,

ગાંધીધામ

,,

લખપત

,,

માંડવી

૧૮

,,

નખત્રાણા

,,

(11:34 am IST)