Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વિસાવદર પંથકમાં ૩ દિ'માં ૪ કોરોનાનાં ૮ કેસ આવતા લોકોમાં ભારે ચિંતા

વિસાવદર, તા.૧૧: વિસાવદર પંથકમાં કોરોનાએ એકાએક ફૂંફાડો માર્યો છે.છેલ્લા ત્રણ જ દિવસમાં ૮ કેસ કોરોના પોઝીટીવ નોંધાતા અને એકનાં મૃત્યુની ઘટનાથી સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.

આજે વધું ૪ કોરાના પોઝીટીવ નોંધાયા છે.જેમાં (૧) સ્ત્રી-ઉ.વ.૬૫ દરજી શેરી,વિસાવદર (૨) પુરૂષ-ઉ.વ.૩૨ નાની મોણપરી,તા.વિસાવદર (૩) પુરુષ-૧૮ વર્ષ પીરવડ,તા.વિસાવદર (૪) પુરુષ-ઉ.વ.૩૪ લીમધરા ગીર,તા.વિસાવદરનો સમાવેશ થાય છે.

આગલા બે દિવસમાં (૧) સ્ત્રી-૩૩ વર્ષ,ફોરેસ્ટ કોલોની,વિસાવદર (૨) પુરુષ-૭૨ વર્ષ,દરજી શેરી,વિસાવદર (૩) સ્ત્રી-૫૨ વર્ષ,મુરલીધર પ્લોટ,વિસાવદર (૪) પુરુષ-ઉ.વ.૬૦ જૂની ચાવંડ,તા.વિસાવદર પૈકીના જૂની ચાવંડ ગામનાં ૬૦ વર્ષનાં વૃધ્ધનુ મૃત્યુ થયુ હતુ.

વિસાવદર પંથકમાં અત્યાર સુધીમાં કુલ-૨૦ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે.જેમાં મૃત્યુ-૧,ડિસ્ચાર્જ-૧૦,એકટીવ-૯ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,આગલાઙ્ગ કેસો ગ્રામ્ય વિસ્તારના હતા..પરંતુ વિસાવદર શહેર કોરોનાની મહામારીથી સંપૂર્ણપણે બાકાત હતુ.જેમાં પરમ દિ'થી વિસાવદર શહેરમાં પણ કોરોનાની એન્ટ્રી થતા નગરજનોમાં ફફડી ગયા હતા.ગઇકાલથી જ વેપારીઓ બજારો બપોરના ૩ વાગ્યા બાદ સ્વયંભૂ બંધ રાખે છે.જેમાં શાકભાજીવાળાઓ પણ સ્વૈચ્છિક જોડાયા છે.વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનાં વધતા કેસોથી વહિવટી તંત્ર પણ સતર્ક બન્યુ છે.

(11:00 am IST)