Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

જામકંડોરણાનો ફોફળ ડેમ ઓવરફલો

જામકંડોરણા, તા. ૧૧ : જામકંડોરણા પંથકમાં સારા એવા વરસાદના રાઉન્ડથી નદી નાળાઓ તથા ચેકડેમો છલકાઇ ગયા હતા. જામકંડોરણાના ફોફળ ડેમમાં આ સારા વરસાદ તેમજ ઉપરવાસના સારા વરસાદના પરિણામે બાર ફુટ જેવો જંગી પાણીનો જથ્થો આવ્યો હતો. આ ફોફળ ડેમ ઓવરફલો થવાને અડધો ફૂટ બાકી હતો. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો માત્ર છુટા છવાયા ઝાપડા પડયા હતાં. જામકંડોરણા શહેર તેમજ તાલુકાના લોકો તેમજ ખેડૂતો આ વરસાદના સારા રાઉન્ડથી ખુશ છે, પરંતુ જામકંડોરણા તાલુકાની જીવાદોરી સમાન ફોફળ ડેમ ઓવરફલો થવાની લોકોને ઇન્તજાર પણ હતી ત્યારે ફોફળ ડેમ અડધો ફૂટ અધુરો હતો તે ફોફળ નદી, સારણ નદી તેમજ ગામની ઉતાવળી નદીમાં ધીમો પાણીનો પ્રવાહ ચાલુ છે. તેનાથી આ અડધો ફુટ અધુરો ડેમ બે દિવસના અંતે સંપૂર્ણ ભરાઇ ગયેલ છે અને ઓવરફલો પણ થઇ ગયેલ છે.

(11:00 am IST)