Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

પોલીસ માટે ફરજ પહેલા કે માનવતા

ખીસામાં બસો રૂપિયા લઈ નીકળેલ દંપતી પાસે માસ્ક ન હોય બસો દંડ લિધો તો ઘેર બાઈક દોરીને જવું પડ્યું

તળાજાના એક વેપારીએ બાઈક દોરીને જતા દંપતીને પેટ્રોલ પુરવા માટે રૂપિયા આપી માનવતા મહેકાવી

ભાવનગર તા.૧૧ :  કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. લોકોમાં હજુ સ્વંય જાગૃતિ અને સરકાર ના આદેશ ને સિસ્તબદ્ઘ રીતે પાલન કરવું જોઇએ તેનો અભાવ જોવા મળે છે. ત્યારે ખાસ કરીને પોલીસ માટે ફરજ પહેલા કે માનવતા ? તેવો સવાલ ઉભો કરતી બે દ્યટના તળાજા મા સામે આવી છે.

આવતા દિવસોમાં કોરોના હજુ ભયંકર સ્વરૂપ ધારણ કરે તેવા એંધણ સતાવાર સંસ્થાઓ આપી રહી છે. તેને લઈ સરકાર ગંભીરબની છે. એટલેજ પાલિકા અને પોલીસબન્નેને માસ્ક વગર જોવા મળતા લોકો સામે સ્થળપર જ રોકડ રૂપિયા બસો દંડ વસુલવામાં આવે તેવા આદેશ કરવામાં આવેલ છે. તળાજા શહેર અને તાલુકા મથકે પાલિકા અને પોલીસ દ્વારા સ્વંય જાગૃતતા ન દાખવાનાર વિરુદ્ઘ કાર્યવાહી આરંભી છે.જેમાં બે ઘટના એવી સામે આવી છેકે ફરજ પહેલા કે માનવતા ?

તળાજાના એક વેપારી એ ઘટના વર્ણવતા જણાવ્યું હતુંકેપોતે બાઈક પર સવાર થઈ ગરીપરા રોડ પર થી પસાર થઈ રહ્યા હતા. આ સમયે રોડ પર એક દંપતી બાઈક દોરી પગપાળા જતું હતું. આથી વેપારી એ શુ મદદ કરી શકું તેમ પૂછતાં મીઠી વીરડી વાડી વિસ્તારના દંપતી એ જણાવ્યું હતુંકે  ખિસ્સામાં બસો રૂપિયા હતા. તેમાંથી પેટ્રોલ પુરાવવા નું હતું. પણ રસ્તામાં માસ્ક ન પહેરેલ હોય પોલીસે દંડ કરતા પેટ્રોલ પુરાવાના રૂપિયા રહ્યા નહિ. આથી બાઈક દોરીને ઘેર જઇ રહ્યા છીએ.

વેપારીને આ ગરીબ દંપતી પર દયા આવી જતા નજીકના પેટ્રોલિયમ ખાતે લઈ જઇ પેટ્રોલ લઈ આપેલ હતું.

બીજા એક કિસ્સામાં તળાજા ના પૂર્વ નગરસેવક એ જણાવ્યું હતુંકે એક યુવક દવા લેવા મેડીકલે જતોહતો.રસ્તામાં માસ્ક ન પહેર્યા નો દંડ ભરવો પડતા દવા લીધા વગર પરત ફરવુ પડયુ. લોકો ની આ બાબતે પ્રતિક્રિયા જાણવા મળી હતીકે બસો રૂપિયા દંડ વધુ છે. અમુક નું કહેવુ છેકે દંડ સાથે માસ્ક પણ આપવું જોઈએ.

(10:59 am IST)