Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સમગ્ર વાતાવરણ ને શુદ્ઘ (Senetize) કરવા માટેની પૃથ્વી પરની એક માત્ર કારગર પદ્ઘતિ 'યજ્ઞ'

કોવિડ૧૯ વધતા જતા કોરોના કેસ પ્રદુષિત વાતાવરણ પણ જવાબદાર

ભાવનગર તા.૧૧ : સજીવ કે નિર્જીવ સ્વરૂપે અસ્તિત્વ માં હોય તેવા સૃષ્ટિ માં વસતા તમામ જીવો વાતાવરણ ના સ્પર્શ વિના રહી નથી શકતા.

હાલ પૃથ્વી પર સમગ્ર વાતાવરણ ને શુદ્ઘ કરવા માટે એક માત્ર કારગર અને સાર્વત્રિક હિત ધરાવતી પદ્ઘતિ અસ્તિત્વમાં હોય તો તે 'યજ્ઞ થેરાપી'  છે.

યજ્ઞ દ્વારા વાતાવરણ તથા શરીર માં રહેલા બેકટેરિયા-વાયરસ નો નાશ થાય છે સાથે જીવ-જંતુ અને વનસ્પતિ માટે પણ તે આશીર્વાદ રૂપ છે,જે બાબતે તાજેતર માં મેં યજ્ઞ થેરાપી પર પૂર્ણ કરેલ સંશોધન કાર્ય માં સાબિત થઈ ચૂકયું છે,જે કાર્ય રાષ્ટ્રીય સ્તર ની શોધ-સંશોધન અંગે ની જર્નલમાં પણ પ્રસિદ્ઘ થયું છે તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે પણ આ બાબત નો સ્વીકાર થઈ ચૂકયો છે,જે થોડા સમયમાં આંતર રાષ્ટ્રીય સ્તરની જર્નલમાં પ્રસિદ્ઘ થનાર પણ છે.

યજ્ઞ માં હોમતા ગાયના ઘી-છાણા-સમીધ-સામગ્રી સહિત ના દ્રવ્યોને અગ્નિ નેનો પાર્ટીકલ્સમાં ફેરવી ધુમાડા (Medicinal Smoke) સ્વરૂપે વાતાવરણ માં ભેળવી, વાતાવરણ માં રહેલા ઝેરી દ્રવ્યો-વિષાણુઓ નો રાસાયણિક પ્રક્રિયા દ્વારા નાશ કરે છે.

યજ્ઞનો ધુમાડો જેને વિજ્ઞાન Medicinal Smoke કહે છે કારણ કે આ ધુમાડા માં ૧૦૦ જેટલી ઔષધિઓ હોમાય છે તેમજ તેના દ્વારા દ્યણા બધા ઉપયોગી કેમિકલ-વાયુઓ પણ ઉત્પન્ન થાય છે.

તાજેતર માં WHO એ કરેલ સ્વીકાર મુજબ કોરોના હવા થી પણ ફેલાય છે,તે અનુસાર પણ જોઈએ તો યજ્ઞ એક માત્ર ઉત્ત્।મ સેનેટાઇજિંગ ડિવાઇસ સાબિત થઈ શકે છે.તેનો ધુમાડો સમગ્ર વાતાવરણ ને શુદ્ઘ કરે છે,વાતાવરણ શુદ્ઘ થતા કોઈ પણ પ્રકાર ના સૃષ્ટિ ને નુકસાનકારક ઝેરી વિષાણુ-જીવાણુઓ નું અસ્તિત્વ રહેતું નથી.

માટે ઘર-ઘર,વિસ્તાર-મોહલા માં યજ્ઞો શરૂ થશે તો જે-તે વિસ્તારનું વાતાવરણ શુદ્ઘ થતું જશે અને લોકો આ ગંભીર રોગચાળા ના શિકાર બનતા અટકશે.

'યજ્ઞ' પદ્ઘતિ ખૂબ સહેલી-સસ્તી અને સર્વ માટે કલ્યાણકારક અસરદાર થેરાપી છે.

સમાન-યજ્ઞકુંડ,ગાય નું ઘી, છાણાં,સમીધ(લાકડાના નાના ટુકડા),હવન સામગ્રી,(લવિંગ,કપૂર,ગુગળ,ટોપરૂ,ખડી સાકર જેવા દ્રવ્યો ૧કી. સામગ્રી માં ૧૦૦ ગ્રામ ના દરે ઉમેરી શકાય)

પદ્ઘતિ - હવનકુંડમાં સમીધ,ગાયના છાણાના ટુકડા ગોઠવી એક વાટ વચ્ચે મૂકી તેને  પ્રગટાવી ગાયત્રી મંત્ર કે માત્ર ઓમ સ્વાહા બોલી ઘી સાથે સામગ્રી આ કુંડ માં હોમવી.

(અનુકૂળતા અનુસાર ૧૧-૨૧-૫૧-૧૦૮ મંત્રો ની આહુતિ આપી શકાય)

-આ કાર્ય બાદ યજ્ઞ કુંડ ઘરના વિવિધ ભાગોમાં ફેરવી બહાર મૂકી દેવો તેમજ વધેલા દ્રવ્યો/સામગ્રી તેમાં હોમી દેવી.

માત્ર આ એક કાર્ય થી હકારાત્મક ઉર્જા નો સંચય થવા સાથે વાતાવરણ અને શરીરની શુદ્ઘિ થશે તેમજ સૃષ્ટિમાં વસતા પ્રાણી માત્રનું કલ્યાણ થશે જે વાત વેદો આદિ અનાદિ કાળ થી કહેતા આવ્યા છે અને હવે એજ વાત વિજ્ઞાન પણ દાવા સાથે કહી રહ્યું છે.

આગામી થોડા સમયમાં જ જિલ્લા કલેકટર તથા કમિશ્નર સાહેબ ની મંજૂરી મેળવી તેઓ કહે તે કોઈ એક વિસ્તાર આ 'યજ્ઞ' પદ્ઘતિ થી સેનેટાઇઝ કરવા માટે નું આયોજન ઘડાઈ રહ્યું છે,જો બધુજ ઠીક થશે તો વ્યાપક વિસ્તારના વાતાવરણ ને સાર્વત્રિક પ્રકારે સેનેટાઇઝ કરવા અંગેના ગુજરાત માં પ્રથમ પ્રયોગના ભાવેણાવાસીઓ સાક્ષી બનશે.તેમ ભાવનગરના ડો. ઓમ ત્રિવેદી દ્વારા જણાવાયું છે.

(10:58 am IST)