Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ઉપલેટા તાલુકામાં ભારે વરસાદથી ખેડુતોને નુકસાની વળતર ચૂકવવા કિસાન સભાની માંગ

ઉપલેટા,તા.૧૧ : તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પડેલા અતિભારે વરસાદથી નદી નાળા વોકંળાઓમાં ભારે પુર આવેલ હતા ઉપલેટા તાલુકામાં પસાર થતી વેણુ નદીમાં ઉપરવાસ થયેલ ભારે વરસાદથી આવેલા ઘોડાપુરથી નદીના પાણી હેઠાળ વિસ્તારમાં છલી જતા પુરના પાણીથી ખેતરોની જમીનમાં ભારે ધોવાણ થયેલ જાર, ચરેલીયા, મેરવદર, નાગવદર, વરજાંગજાળીયા અને નિલાખાના સીમ તળમાં જમીન ધોવાણ અને ઉભા પાડને ભારે નુકશાન થવા પામેલ છે. રૂપાવટીમાં ભારે પુરના પાણીથી ખાખીજાળીયા અને ઉપલેટાના સીમ તળી ની જમીનોમાં ધોવાણ અને પાડ નિષ્ફળ થયેલ છે વાવતર કરેલ ઉભા પાક પાણીમાં ડુબી જવાથી બળી ગયેલ છે.

રૂપાવટી અને વેણુ નદીના પુરના પાણીથી જમીન ધોવાણ અને પાક બળી જવાથી ખેડુતોને મોટુ આર્થિક નુકશાન થવા પામેલ છે હાલ સમયમાં આ ર્થિક સંકટમાં ફસાયેલા ખેડુતો દ્રારા જમીન સમતળ કરવા અને નિષ્ફળ પાડને ફરી વાવેતર કરવા રાજય સરકાર વળતર આપે એવી ખેડુતોએ માંગ ઉઠાવી છે.

રૂપાવટી અને વેણુ નદીના પુરના પાણીથી ખેડુતોના ખેતરોમાં થયેલ ધોવાણ અને પાક નિષ્ફળતા અગે તાત્કાલીક સર્વે કરવાની માંગણી કરતુ આવેદનપત્ર ગુજરાત કિશાનસભાના પ્રતિનીધી મંડળે ઉપલેટા મામલતદારને સુપ્રત કરેલ છે ખેડુતોને થયેલ નુકશાની અંગે સરકાર તાત્કાલીક વળતર આપે તો જ ખેડુતો ખેતરમાં ફરી પાકનંુ વાવેતર કરી શકે તે અંગે સ્થળ તપાસ સવે ટીકો વહેલાસર મોકલવા રાજય સરકારે ખેડુતોએ અનુરોધ કરેલ છે.

આ કાર્યક્રમમાં ગુજરાત કિશાનસભાના પ્રમુખ ડાયલાલ ગજેરા, લખમણભાઈ પાનેરા, કારાભાઈ બારૈયા, દેવેનભાઇ વસોયા અને ચિંતનભાઇ કાનગડ સહીતનાઓ જોડાયા હતા.

(10:58 am IST)