Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

જોડીયાના તારાણા ગામે દારૂ સાથે બે ઝડપાયાઃ સપ્લાયર મોરબીનો શખ્સ 'છુ'

જામનગર તા. ૧૧ : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંધલના માર્ગદર્શન અને એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.જે.જલુની સુચના મુજબ એલ.સી.બી.સ્ટાફના પો.સ.ઇ.આર.બી.ગોજીયા તથા માણસો ધ્રોલ જોડીયા પો.સ્ટે. વિસ્તારમાંના.રા.પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના ફીરોજભાઇ દલ, નિર્મળસિંહ બી.જાડેજા તથા વનરાજભાઇ મકવાણાને મળેલ હકીકત આધારે જોડીયા તાલુકાના તારાણાા ગામે ઇંગલીશ દારૂની બોટલો નંગ-૪૦ કિ. રૂ. ૧૬,૦૦૦ તથા દારૂ વેચાણના રોકડ રૂ. ૩૯,પ૦૦ મળી કુલ રૂ. પપ,પ૦૦ ના મુદામાલ સાથે બે શખ્સ પકડાયેલ છે.

સપ્લાયર કરનાર દેવજીભાઇ કોળી રહે. વાવડી રોડ, મોરબી વાળાને ફરારી જાહેર કરેલ છે.પકડાયેલ આરોપીઓ (૧) અશોકભાઇ પુનાભાઇ જાદવ રહે. તારાણાગામ છે.

આ કાર્યવાહી પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા હરપાલસિંહ સોઢા ભરતભાઇ પટેલ નાનજીભાઇ પટેલ શરદભાઇ પરમાર દિલીપ તલવાડીયા અશ્વિનભાઇ ગંધા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગરીથસિંહ સરવૈયા ધાધલ પ્રાતપભાઇ ખાચર નિર્મળસિંહ જાડેજા સંજયસિંહ વાળા મીતેષભાઇ પટેલ અજયસિંહ ઝાલા બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર એ.બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(10:55 am IST)