Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ઉના અને ગીર ગઢડા પંથકમાં એકથી દોઢ ઇંચ : મછુન્દ્રી ડેમમાં ર ફુટ નવુ પાણી : ૭પ ટકા ભરાય ગયો

ઉના, તા. ૧૧ : ઉના અને ગીર ગઢડા પંથકમાં ગઇકાલે આખો દિવસ છુટાછવાયા ઝાપટા ચાલુ રહ્યા હતાં અને આ પંથકમા એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. મછુન્દ્રી ડેમમાં ર ફુટ નવા પાણીની આવક થતા આ ડેમ ૭પ ટકા ભરાય ગયો છે. જયારે રાવલ ડેમની સપાટી ૧૭.૭૦ મીટર પહોંચી ગઇ છે અને આ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવેલ છે.

ઉના શહેરમાં ગુરૂવાર રાત્રીના તથા શુક્રવારે આખો દિવસ બે-બે કલાકે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી જતા સાંજે ૬ વાગ્યા સુધીમાં ર૯ મીમી (સવા ઇંચ) વરસાદ વરસી ગયો છે. મોસમનો ૩૦૪ મીમી એટલે ૧ર ઇંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તાર દેલવાડા, નવાબંદર, સીમર, માણેકપુર, સનખડા, સામતેર આમોદ્રા, ભાચા, ખાપટમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યાના અહેવાલ મળેલ છે.

ગીરગઢડા શહેર તથા ગ્રામ્ય પંથકમાં અડધો ઇંચથી એક ઇંચ વરસાદ વરસી ગયો છે. મોસમનો ૩૪૬ એટલે ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉના-ગીરગઢડા તાલુકા તથા દિવને પીવાનું પાણી પુરૂ પાડતો રાવલ ડેમમાં ઉપરવાસ વરસાદને કારણે પાણીની આવક આવતા ૧૭.૭૦ મીટર ભરાયેલ છે. એક દરવાજો અડધો ફુટ ખુલ્લો રાખતા રાવલ નદીમાં પૂર આવેલ છે. મછુન્દ્રી ડેમમાં જંગલમાં બાણેજ, કનકાઇ, બાબરીયા વિસ્તારમાં વરસાદ થતાં ર ફુટ નવા પાણીની આવક થતાં ૭.૪૦ મીટર ભરાયો છે. ૧૦ મીટરે ઓવરફલો થાય છે. ૭પ ટકા ડેમ ભરાઇ ગયો છે. ઉના-ગીરગઢડા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા ચોમાસુ પાક ઉપર કાચા સોના જેવો વરસાદ વરસ્યો છે

(10:54 am IST)