Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સરાના હોમગાર્ડ જવાને હરિયાણાના સભ્યનું પરિવાર સાથે મિલન કરાવી માનવતા મહેકાવી

અસ્થિર મગજને કારણે ગુજરાતમાં આવેલો યુવાન

વઢવાણ,તા.૧૧: હરિયાણા થી દોઠેક માસ થી ધરછોડી નિકળી ગયેલ સલમાન શકુરખાન રે.હરિયાણા જી.ફરિદાબાદ ઠેરઠેર રખડતા ભટકતા સરા-ધાગધ્રા ચોકડી પાસે આવી પહોચ્યો હતો સાંજના સમયે સરા હોમગાર્ડ યુનિટમા ફરજ બજાવતા હસમુખભાઇ ગોવિંદ ભાઇ પરમારની નજર પડતા અસ્થિર મગજનો જણાતા તેની પુછપરછ કરતા ભુખ લાગી હોવાનુ જણાવતા તેને ભરપેટ ભોજન કરાવી ફોસલાવી કયા થી આવ્યો છે એમ પુછપરછ કરતા સલમાને હસમુખભાઇનો મોબાઇલ લઇ નંબર ડાયલ કર્યો જે સલમાનના મોટાભાઇ અર્શાદ શકુરખાન રે.હરિયાણા જી.ફરિદાબાદ થી બોલુ છુ સલમાન થોડો અસ્થિર મગજનો છે અમે તેની શોધ કરીએ છીએ અગાઉ આણંદથી કોઇ હમદર્દે ને મળેલ પરંતુ આણંદ પહોચી તે પહેલા ત્યાથી નિકળી ગયેલ હતો તમે તેનુ જરૂરી ધ્યાન રાખશો અમે તેને લેવા માટે નિકળી છીએ હોમગાર્ડ જવાન હસમુખભાઇએઙ્ગ પાંચ દિવસ પોતાના પરિવારના સભ્યની જેમ ધરે રાખી ચા. પાણી જમવાનુ સહિત ની વ્યવ્સ્થા કરતા હતા.

રાત્રે ફરી સલમાન સરાથી કયાય નિકળી જાય તેવી તેથી રાત્રીના હોમ ગાર્ડ ની ડયુટી સમયે સાથે રાખી તેમના પોઇન્ટ પર સુવરાવી દેતા સવારે ફરી ઘરે લઇ જતા સલમાન ને દરરોજ ફોન દ્રારા તેમના પરિવારનો સંપર્ક કરાવતા હતો તા.૯ જુલાઇના રોજે હરિયામા થી તેમના મોટાભાઇ અર્શાદ ખાન શકુરખાન અને જમશેદખાન ઉર્ફે રાકેશ સરા આવી પહોચતા પોતાના ભાઇને જોતા ભેટી પડયા હતા હોમગાર્ડ જવાન હસમુખભાઇ પરમારનો આભાર માનેલ હતો માઇલો દુર એક પરિવારના સભ્યોનુ પોતાના ભાઇ સાથે ભરત મિલાપ કરા વ્યાની ખુશી હસમુખભાઇના મુખ પર જોવા મળી હતી હોમ ગાર્ડ યુનિટમા નિષ્ઠા સાથે ફરજ બજાવતા હસમુખભાઇએ માનવતા મહેકાવવાની પ્રસંશનિય કામગીરી બજાવી હતી.

(9:59 am IST)