Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કેશોદની અભયમ ટીમે નિઃસહાય વૃધ્ધને આશરો અપાવ્યો

 કેશોદઃ તાલુકામાં ૮૦ વર્ષના વૃધ્ધ મહિલા ને તેમના દીકરાએ મારકૂટ કરતા મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા કેશોદમાં કાર્યરત ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન માં કોઈ જાગૃત નાગરિકે ફોન કરી મદદ માંગતા કેશોદ ૧૮૧ ટીમ ના કાઉન્સેલર સંતોકબેન માવદીયા કોન્સ્ટેબલ રૂપાબેન અને પાયલોટ પ્રદિપભાઈ તુરંત સિવિલ હોસ્પિટલ પહોંચીઙ્ગ ગયાઙ્ગ હતા.વૃધ્ધ મહિલાએ જણાવેલ કે તેમનેઙ્ગ એકઙ્ગ દિકરોછે. મહિલા દિકરા સાથે કેશોદમાંઙ્ગ રહતા હતા પરંતુ દ્યણા સમયથી મહિલાના દિકરાને જુગાર અને દારૂની લત લાગી ગઈ હતી. તેથીઙ્ગ તેમનો દીકરો નશો કરવા માટે ને જુગાર માટે પૈસા માંગતો હતો. મહિલા પૈસા ના આપતા દ્યરમાં તોડફોડ કરી ને દિકરો મારકૂટ કરી પૈસા જુંટવી જતો અને નશામાં ધૂત બની ફરી મારકૂટ કરી દ્યર બહાર કાઢી મૂકીઙ્ગ ઙ્ગમહિલા ને વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.મારકૂટ કરતા મહિલા ને ઈજા પહોંચી હતી તેથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.ઙ્ગ મહિલા દિકરા ના ત્રાસ થી કંટાળી ગયા હતા. પંરતુ મહિલા પાસે કોઈ રહેવા માટે ઘર ન હોય કે કોઈ આધાર ન હતો તેથી નિઃસહાય વૃધ્ધ મહિલાને તેમના બહેન નો આશરો લેવો પડ્યો હતો. મહિલા દિકરા પર કેસ દાખલ કરવા માંગતા ન હતા તેથી મહિલાઙ્ગ થોડા દિવસ સુધી તેમની બહેન ના ઘરે રહેવા માંગતા હોવાથી ૧૮૧ ટીમે દ્વારા વૃધ્ધ મહિલા ને તેમની બહેન ના આશરે મુકવામાં આવ્યા હતા. વૃધ્ધાની મદદે અભયમ ટીમ આવી તે તસ્વીર.

(9:58 am IST)