Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ફરી એક વખત ગ્રામ પંચાયત ભાજપના કબ્જામાં: કોટડાસાંગાણી ગ્રામ પંચાયતમા ઉપસરપંચ પદની ચુંટણીમાં ધવલ વઘાસીયા બીનહરીફ

કોટડાસાંગાણી,તા.૧૧: કોટડાસાંગાણી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદની ચુંટણી યોજાઈ હતી.બીન હરીફ ધવલ ચંદુભાઈ વઘાસીયાની નીમણુક થઈ છે.જેથી કોટડાસાંગાણી ગ્રામ પંચાયતમા ફરી ભાજપનુ શાસન આવ્યુ છે.

 બેતાલીશ ગામનો તાલુકો ધરાવતા કોટડાસાંગાણી ગ્રામ પંચાયતમા ભુકંપ પર ભુકંપ જોવા મળ્યા હતા.અને ગ્રામ પંચાયતની અંદર લાંબા સમય સુધી વીવાદ પણ ઉભા થયા હતા. જે બાદ ઉપ સરપંચ સસ્પેન્ડ થયા બાદ ઉપ સરપંચ પદની ચુંટણી યોજાઈ હતી.જેમા બીન હરીફ તરીકે સર્વાનુ મતે યુવા ચહેરો ધવલ ચંદુભાઈ વઘાસીયાની નીમણુક થઈ છે. આમ તો ધવલના લોહીમાજ રાજકારણ ભળી ગયેલુ છે.

તેમના પીતા ચંદુભાઈ વઘાસીયા ગોંડલ ધારાસભ્યની બેઠક પર એનસીપીમાંથી ૨૦૦૭મા વીજય થયેલા અને ત્યારબાદ તેઓ ભાજપમા ભળ્યા હતા. ગોંડલ યાર્ડમા ચેરમેન પદે પણ રહી ચુકયા છે.તેઓ દ્રારા કોટડાસાંગાણી ગ્રામ પંચાયતમા પચીસ વર્ષ સુધી સરપંચ પદે પણ રહીને ગામમા રોડ રસ્તાના બનાવવા અને પાણીના પ્રશ્ને ઉનાળામાં પણ લોકોને ઠેરઠેર ભટકવુ ન પડે તે માટે હંમેશા તત્પર રહીને ગાંધીનગર સુધીના રૂબરૂ રજૂઆત કરીને લોકોને પાણી પુરૂ પાડ્યુ છે.સાથેજ ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઈટ સહીતની સુવીધાઓ ઉપલબ્ધ કરાવી કરાવીને લોકોના દિલ જીતેલા ત્યારે ફરીથી તેમના પુત્ર ધવલ વદ્યાસીયા ઉપ સરપંચ પદે બીન હરીફ થતા.લોકોએ પણ તેમને આવકાર્યા છે.આગામી દિવસોમાં જ જયારે જીલ્લા તેમજ તાલુકા પંચાયતની ચુંટણીઓ યોજાવાની છે ત્યારેજ કોટડાસાંગાણી ગ્રામ પંચાયતમા ભાજપનુ શાસન આવતા તાલુકાના રાજકારણમા પણ ગરમાવો જોવા મળ્યો છે.કોટડાસાંગાણી ગ્રામ વાસીઓને ઈન્ચાર્જ સરપંચ પદે યુવા ચહેરો મળતા ગામ લોકોમા પણ આનંદની લાગણી ફેલાઈ .ઉપ સરપંચ પદની ચુંટણીમા માજી ધારાસભ્ય ચંદુભાઈ વદ્યાસીયા તલાટી અનીરૂધ્ધસીંહ ચૌહાણ તેમજ પરાગસીંહ ચૌહાણ સલીમભાઈ પતાણી કલ્પેશ લીંબાસીયા તેમજ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

(9:54 am IST)