Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

દ્વારકામાં પીજીવીસીએલની કાબિલેદાદ કામગીરી : બોટમાં સવાર થઈને જીવન જોખમે રીપેરીંગ કરી લાઈટો ચાલુ કરી

પાણી ભરાઈ જતા ટીસી ડૂબી ગયેલા : થાંભલા પણ પડી ગયેલા

દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં અનરાધાર વરસાદ વરસતા ચોતરફ પાણી પાણી થયા છે કેટલાય વિસ્તારોમાં થાંભલા પડી ગયા હતા અને શહેરમાં ચોમેર  પાણી ભરાઈ ગયેલ હતું જેના કારણે શોર્ટ સર્કિટ થવાથી અનેક જગ્યાઓ પર વીજ પાવર બંધ થઈ ગયો હતો તેના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દ્વારકા વાસીઓની મુશ્કેલીને જોઈને પીજીવીસીએલના કર્મચારી દ્વારા એક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ફાયરબ્રિગેડની મદદ લઇ બોટમાં સવાર થઈ જે એરિયામાં પાણી ભરાઈ જવાના કારણે tc ડૂબી ગયેલ હોય ત્યાં પીજીવીસીએલના અધિકારી પોતાનો જીવ જોખમમાં નાખીને ગ્રામજનો અને લાઈટ ચાલુ કરી દીધી હતીતે બદલ દ્વારકા વાસીઓ એ પીજીવીસીએલના કર્મચારી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

(11:27 pm IST)