Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ગાંધીધામમાં અશોક ગણપત આંગડિયા પેઢીના ૩૮ લાખ ની ચોરી

ભુજ : ગાંધીધામમાં વાહનો અને લોકોની અવરજવરથી ધમધમતા સુંદરપુરી ઇફકો રોડ ઉપર સ્કુટરની ડીકીમાંથી કરાયેલ ૩૮ લાખની ચોરીએ ચકચાર સર્જી.છે. ગઈકાલે સાંજે ૭ વાગ્યે અશોકકુમાર ગણપતલાલ આગડીયામાં કામ કરતો કર્મચારી સુનિલ ચંદુલાલ પટેલ રોડ ઉપર ગાડી પાર્ક કરીને ખારેક લેવા ગયો ત્યારે કોઈ ગઠિયો તેના એક્ટિવા સ્કુટરની ડીકીમાંથી ૩૮ લાખ રૂપિયાની ચોરી કરીને નાસી છૂટ્યો હતો. કાળા કલરના પર્સમાં રાખેલ રોકડ ઉપરાંત આંગડિયા પેઢીનો રાખેલો હિસાબ પણ આ રોકડ સાથે હતો. નજીકના ટી સ્ટોલ વાળાએ કોઈ અજાણ્યો શખ્સ પર્સ લઈને જતો હોવાનું જણાવ્યુ હતુ.૩૮ લાખ જેવી માતબર રકમની ચોરીને પગલે ગાંધીધામ પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ નજીકના અને મુખ્ય રોડ ઉપરના સીસી ટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. ફરિયાદી સુનિલ પટેલ આંગડિયા પેઢીનો જૂનો કર્મચારી છે.

(5:38 pm IST)