Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મોરબીના મકનસર પાસે યુવાનની હત્યામાં વધુ એક શખ્સ પકડાયો

મોરબી સહિત પ જીલ્લામાંથી હદપાર હિતેષને એસઓજીએ ઝડપી લીધો

મોરબી, તા. ૧૧ : મોરબીના મકનસર નજીક યુવાનની હત્યામાં ૧૨ ઇસમોને ઝડપી પાડીને તેને જેલ હવાલે કરવામાં આવ્યા બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મકનસર નજીક શીતળામાં મંદિર નજીકથી બડેભાઈ કમલેશભાઈ ઠાકુર રહે એમપી વાળાની હત્યાના બનાવમાં અગાઉ ૧૨ શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડીને જેલ હવાલે કર્યા હતા તો આ  મામલે પોલીસે વધુ તપાસ ચલાવવામાં આવતા વધુ એક આરોપી બેચર કુકાભાઈ રીબડીયા (ઉ.૩૭) રહે-રાતાવીરડા વાળાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો ધરપકડની આંક ૧૩ સુધી પહોચ્યો છે ત્યારે હજુ એક આરોપી ફરાર હોવાથી તેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસ.ઓ.જી પી.આઈ. એસ.એન.સાટીની સુચનાથી એસ.ઓ.જી ટીમ મોરબી ટાઉનમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન એસ.ઓ.જી. ટીમના ઈશ્વરભાઈ કલોતરા અને  ભરતભાઈ જીલરીયાને મળેલ બાતમીના આધારે મોરબી, રાજકોટ, જામનગર, કચ્છ-ભુજ એમ કુલ પાંચ જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરેલ ઇસમ હિતેષ કાનજીભાઈ પાટડીયા રહે-લાયન્સનગર, શિવા આરાધના સોસાયટી હાલ રહે-રૈયા રોડ, બાપા સીતારામ ચોક રાજકોટ વાળાને મોરબી નવલખી ફાટક નજીકથી ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના રવાપર રોડ પર આવેલ દર્પણ સોસાયટી-૩ માં રહેતા પ્રકાશભાઈ જયંતિભાઈ પટેલનું મોટર સાઈકલ એકટીવા જીજે ૩૬ કે ૫૮૬૫ વાળું ગત તા,૨૯-૬-૨૦૧૯ ના તેના દ્યર સામે પડેલ હોય દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધવી છે.

(1:15 pm IST)