Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો તાપ

શનિવારે જામનગરમાં ભંડારો- રામધૂનઃ વાવણી ઉપર વરસાદની તાતી જરૂરીયાત

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો છવાયા છે અને આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

વાવણી બાદ વરસાદની ખાસ જરૂરીયાત છે જો મેઘરાજા મહેર ન કરે તો પાક નિષ્ફળ જવાની ભિતી છે.

મેઘરાજાને મનાવવા માટે ઠેર ઠેર રામધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

જામનગર

જામનગર : આજનું હવામાન ર૭.૬ મહત્તમ ર૮.૬ લઘુતમ ૭ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહયુ હતું. શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા વરૂણદેવને રીઝવવા માટે જાહેર ભંડારાનું તથા રામધુનનું તા. ૧૩ ને શનિવારે બપોરે ૧૧.૩૦ કલાકે, સ્થળ : શ્રી વેજુમાં સ્મૃતિ હોલ, વિંગ નં. ૧ તથા ર, પવનચક્કી પાસે, જામનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. તો આ જાહેર ભંડારાનો પ્રસાદ લેવા જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે.

જસદણ

જસદણઃ જસદણમાં વરસાદી ડોળ ઘણાં દિવસોથી છે પણ મેઘરાજા હળવા ઝાપટાના પણ મુડમાં નથી ખેડુતોએ કરેલ વાવણી પીવાના પાણીની સમસ્યા મોં ફાડી ઉભી  છે ત્યારે સવારમાં છવાયેલ પાંખા વાદળો સાંજ સુધીમાં કેવો રૂખ અપનાવે છ.ે

માળીયાહાટીના

માળીયા હાટીના આજથી ૧પ દિવસ પહેલા માળીયા હાટીના પંથકમાં વાવણી લાયક વરસાદ થઇ ગયો છ.ે અંદાજે ૯ થી ૧૭ ઇંચ પાણી પડયું હતું તાલુકા ભરમાં તમામ ખેડુતોએ મગ લાપસીના આંધણ મુકીને વાવણી કરી લીધી છે. પણ વાવણી કર્યા પછી આજ દીન સુધી વરસાદ ન પડતા ખેડુતો ધરતીપુત્રો ચીંતાતુર થઇ ગયો છે.

(11:37 am IST)