Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ગોંડલના દાળીયા ગામે ઝઘડામાં વચ્ચે પડેલ ધીરૂ દેવીપૂજક પર પાઇપથી હુમલો

રાજકોટ તા. ૧૧: ગોંડલના દાળીયા ગામે ઝઘડામાં વચ્ચે પડેલ દેવીપૂજક યુવાન પર લોખંડના પાઇપથી હુમલો થયો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલના દાળીયા ગામે રહેતા ધીરૂભાઇ બટુકભાઇ દેવીપૂજકના પુત્ર ભોપા તથા તેજ ગામે રહેતા ભગાભાઇ ધરમશીભાઇ દેવીપૂજકએ ભાગમાં બળદ લીધા બાદ ભગાભાઇએ બળદ વેચી નાંખતા સાહેદ હંસાબેન તથા કનીબેન ભોપાને બળદ વેચેલ તેમાંથી થોડા રૂપિયા આપવાનું કહેતા ભગાભાઇએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સમજાવવા ગયેલ ભોપા તથા ગોવિંદને ભગાભાઇએ માર મારવા લાગતા વચ્ચે પડેલ ધીરૂભાઇ દેવીપૂજક પર આરોપી ભગાભાઇએ લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા કરી હતી.આ અંગે ઇજાગ્રસ્ત ધીરૂભાઇએ આરોપી ભગાભાઇ સામે ફરીયાદ કરતા ગોંડલ તાલુકાના પી.એસ.આઇ. પી. જે. બાંટવાએ તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)