Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ધોરાજીના જમનાવડમાં પ૦ વર્ષના મહિલા દાઝી જતા ગંભીર

ધોરાજી, તા., ૧૧: જમનાવડ ગામે પોતાના ઘેર શારદાબેન રમેશભાઇ ભેસદડીયા (ઉ.વ.પ૦)વાળા અન્ય કારણોસર આખા શરીરે દાઝી જતા ૧૦૮માં ધોરાજી સરકારી દવાખાને સારવારમાં આવતા વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયા છે અને તેની તબીયત નાજુક હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે બીટ જમાદાર વી.આર.વાણવી તપાસ ચલાવી રહેલ છે.

ઝેરી દવા પી  જતા સારવારમાં

ફરજાનાબેન સીકંદરભાઇ સીપાઇ (ઉ.વ.૩ર) રહે. ધોરાજીવાળા ઉંદર મારવાની દવા પી જતા ધોરાજી સરકારી દવાખાને સારવારમાં આવતા વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયેલ છે. એમ.બી.મકવાણા તપાસ ચલાવી રહેલ છે.

(11:34 am IST)