Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ધોરાજીનગર પાલિકાના પ્રમુખ - ચિફ ઓફિસર કલેકટર સામે કોર્ટના અરજદારની અરજી રદ

ગુજરાતના હાઇકોર્ટની ડીવીઝન બેંચનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા.૧૧ : ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ડી.એલ.ભસા અને ચીફ ઓફિસર યુ. જાડેજા તથા કલેકટર રાજકોટ અને અન્ય સક્ષમ અધિકારીઓ સામેની કામદારોએ કરેલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ડીસમીસ કરતો ગુજરાત હાઇકોર્ટની ડી.વી. બેન્ચે હુકમ કર્યો છે.

આ કેસની હકિકત અને પોલીસ પેપર્સ મુજબ ધોરાજીનગર પાલિકાના કામદાર કીરીટકુમાર જેઠાલાલ, રાકેશકુમાર , રણછોડભાઇ, નિલેષભાઇ વાધાસીયા અને અન્ય બાર કામદારોએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી  રજુઆત કરેલી  કે ગુજરાત હાઇકોર્ટે  અગાઉ રીટ પીટીશન નં.૩૬૨૦/૧૨માં હુકમ કરેલ તે મુજબ કામદારોએ ધોરાજી નગર પાલિકા સમક્ષ છઠા પગાર પંચનો લાભ અને એરીયર્સ ૨૦૧૦ની સાલથી કામદારોને આપવા તથા કામદારોને તેઓ રાજ્ગય સરકારના કર્મચારીઓ હોય પેન્સનનો લાભ પણ મળવા જોઇએ તેવી લેખીત રજુઆત અવાર નવાર કરવા છતા , નગર પાલિકા એ આ રજુઆતનો કોઇ જવાબ આપેલ નથી. અને અન્ય સમક્ષ અધિકારીઓએ પણ આ અંગેની કોઇ મંજુરી આપેલી નથી. જેથી હાઇકોર્ટમાં રીટ કરી છે.

આ કામમાં ધોરાજી નગર પાલિકા તરફે સીનીયર એેડવોકેટ શ્રી પી.આર. દેસાઇએ રજુઆત કરેલ કે ૬ઠા પગાર પંચનું પે ફિકસેસન તા.૧/૧/૧૦૬ થી તા.૩૧/૫/૧૭ સુધી  'નેશનલ પે ફિકશેસન' કરેલ હોય કર્મચારીઓને કોઇ રોકડ લાભ ચુકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તા. ૧/૬/૧૭ થી નગરપાલીકા આ લાભ ચુકવે છે. વિશેષમાં ધોરાજી નગરપાલિકા  અને અન્ય નગર પાલિકાઓમાં પેન્સનની કોઇ સ્કીમ અમલમાં નથી. પેન્સન ચુકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ગુજરાત હાઇકોર્ટની બેન્ચે તા. ૪/૭/૧૯ના રોજ ધોરાજી નગર પાલિકાના એડવોકેટ અને સરકારી વકીલશ્રીઓની દલીલો સાંભળી ૧૫ અરજદારોએ કરેલ ધોરાજી નગર પોલીસના પ્રમુખ , ચીફ ઓફિસર અને કલેકટરશ્રી રાજકોટ સામે ની કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી ડીસમીસ કરેલ છે.

ધોરાજી નગર પાલીકા તરફે રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી પી.આર.દેસાઇ રોકાયેલ હતા.

(11:34 am IST)