Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મોરબીમાં પશુ ડોકટર પર છરીથી હુમલો

જુના ઝઘડાનો ખાર રાખી ડોકટર મહેમુદભાઇ પર રાજકોટનો સાજીદ તૂટી પડ્યો

મોરબી, તા. ૧૧ : મોરબીના મહેન્દ્રપરા શેરી-૧૨ માં રહેતા પશુ ડોકટર સાથે રાજકોટના એક સખ્સે જુના ઝધડાનો ખાર રાખી બોલાચાલી કરીને બાદ ઉશ્કેરાઈ જઈને પશુ ડોકટરને છરી વડે ઈજા પહોચાડ્યાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબીના મહેન્દ્રપરા શેરી-૧૨ માં રહેતા અને પશુ ડોકટર તરીકે સેવા આપતા મહેમુદભાઈ હમીરભાઈ દોઢીયા (ઉ.૩૪) આરોપી સાજીદ અબ્દુલભાઈ દોઢીયા રહે-રાજકોટ જંગલેશ્વર અકુંર સોસાયટી વાળા સાથે આગાઉ ઝધડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપી સાજીદે ફરિયાદી મહેમુદભાઈને ડાબા હાથના ખંભા છરી વડે છરકો કરી સામાન્ય ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહેમુદભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:33 am IST)