Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મોરબીના વાઘપરામાં દુષિત પાણી વિતરણ સામે દેકારોઃ પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત

મોરબી, તા. ૧૧ :. નગરપાલિકા તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે અને છાશવારે લોકોના ટોળા પાલિકા કચેરીએ હલ્લાબોલ કરતા હોય છે જેમાં આજે પણ વાદ્યપરા વિસ્તારનું ટોળું કચેરીએ પહોંચ્યું હતું અને ચીફ ઓફિસરને દુષિત પાણી અંગે રજૂઆત કરી હતી

વાઘપરા શેરી નં ૧૪ માં ૨૦ થી વધુ ઘરોમાં દુષિત પાણીથી લત્ત્।ાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને આજે ચીફ ઓફિસર ચેમ્બરમાં પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી જેમાં લત્ત્।ાવાસીઓએ જણાવ્યું હતું કે તેની શેરીના ૨૦ થી વધુ દ્યરોમાં આજકાલથી નહિ પરંતુ છેલ્લા છ માસથી વધુ સમયથી દુષિત પાણી વિતરણ કરવામાં આવે છે અને દુષિત પાણીથી રોગચાળાનો ભય સતાવી રહ્યો છે લત્ત્।ાવાસીઓની રજૂઆતને પગલે ચીફ ઓફિસર સાગર રાડીયાએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી અને લત્ત્।ાવાસીને ખાતરી મળતા ટોળું પરત ફર્યું હતું.

(11:29 am IST)