Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જૂનાગઢમાં યોજાયો નવતર કાર્યક્રમ 'કોફી વીથ કમિશ્નર'

જૂનાગઢ તા.૧૧ : મહાનગરના લોકોની સુખાકારી સુધારવા અને શહેરના વિકાસ માટે મ્યુ. કમિ. તુષાર સુમેરાએ નવી પહેલ આદરી છે. જેના ભાગરૂપે રવિવારે તેઓએ પોતાના નિવાસ સ્થાને કોફી વિથ કમિશ્નર કાર્યક્રમમાં શહેરના તબીબો સાથે સંવાદ કર્યુ હતુ.

નવીપહેલના ભાગરૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં અગ્રણી તબીબ ડો.ડી.પી.ચીખલીયા, ડો.અરૂણ કોઠારી, ડો.રાજેશ દોશી, ડો.અમીત જાની, ડો.મયુર વાણીયા, ડો.કલ્પેશ બાખલખીયા, ડો.ભાર્ગવીબેન દોશી, ડો.નિરૂબેન પટોળીયા, ડો.કે.પી.ગઢવી, ડો.ભાવેશ ટાંક, ડો.એમ.વી.પાનસુરીયા, ડો.કે.કે.ઠકકર, ડો.શૈલેષ જાદવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ડો.ચીખલીયાએ સીનીયર સીટીઝન નગરજનો પાસે તેમનો ટેક્ષ ઘરે જઇ વસુલ કરવામાં આવે અને ભવનાથનો વધુ વિકાસ કરવાના સુચનો કર્યા હતા.

આ કાર્યક્રમમાં અન્ય તબીબોએ રખડતા પશુઓ, વિલીંગ્ડન ડેમ સાઇટ પર બેઠક વ્યવસ્થા ગોઠવવા તેમજ અહી શૌચાલય બનાવવા બાળ ક્રિડાંગણ બનાવવા સુચન કર્યુ હતુ.

સારી કામગીરી કરનાર મનપાના અધિકારી, કર્મચારીઓને એવોર્ડ પ્રમાણપત્રથી નવાજાશે. પાણીનો કરકસરથી ઉપયોગ કરવા તેમજ સોલીડ વેસ્ટ બાઇલોજનો ઉપયોગ કરવા સોસાયટી વાઇઝ પબ્લીક વોલેન્ટીયરનો ઉપયોગ કરવા અને સ્વીમીંગ પુલનું સારૂ આયોજન ગોઠવવા સહિતના સુચનો કર્યા હતા.

કમિશ્નર શ્રી તુષાર સુમરાએ જણાવ્યુ હતુ કે, શહેરને રખડતા પશુઓના ત્રાસથી મુકત કરવા માટે કોર્પોરેશન પ્રયત્નશીલ છે. સફાઇ બાદ ગંદકી રહે નહી તે માટે કન્ટેનર માટે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. કચરામાંથી ઓર્ગેનીક ખાતર અને પ્લાસ્ટીક બનાવવાની યોજના છે. ડંપીંગ સાઇટને પર્યાવરણ અનુરૂપ સેનેટરી લેન્ડફીલ કરવા માટેની તજવીજ હાથ ધરાઇ છે.

કમિશ્નરશ્રી સુમરાએ જણાવેલ કે કુતરાઓની સમસ્યા નિવારવા માટે ડોગ  સ્ટરીલાઇઝેશન સેન્ટર બનાવાશે. જેમાં હાલ કુતરાઓનુ ખસીકરણ કરવાનુ પ્રોજેકટ કાર્યરત હોવાનુ જણાવીને કમિશ્નરશ્રીએ આગામી દિવસોમાં કન્ટેનર ફ્રી સીટી બનાવવાની યોજના હોવાનુ જણાવ્યુ હતુ.

(11:29 am IST)