Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

તળાજામાં નવ નિયુકત મહિલા પીએસઆઈ ની લુખ્ખાઓને ચેતવણી

બેજ દિવસમાં ટ્રાફિક ડ્રાઈવ, પીધેલાને લોકઅપ માં, શાક માર્કેટમાં જઇ કરી કાયદેસર ની કાર્યવાહી

ભાવનગર તા.૧૧ : તળાજા પોલીસ મથકના ઇતિહાસ માં પ્રથમ વખત મહિલા પીએસઆઈ ની નિમણુંક જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે. ચાર્જ સંભાળ્યા ને બેજ દિવસમાં તેમણે કાયદો અને વ્યવસ્થા ના ભાગરૂપે ન્યાયિક કાર્યવાહી શરૂ કરી દેતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નવનિયુકત પીએસઆઈ સરોજબેન સોલંકી એ જણાવ્યું હતુંકે તળાજા ચાર્જ સંભાળ્યો ત્યારે વધુ એક કડક પોલીસ અધિકારી ની જરૂર હોવાની મને જાણહતી. કડક ફૌજદાર તરીકેજ ફરજ નિભાવીશ.

ચાર્જ સંભાળ્યા ને બે દિવસ થયા છે જેમાં તેમણે ટ્રાફિક  ડ્રાઈવ માં સ્થળ દન્ડ,વાહન ડિટેઇન, પીધેલાઓ ને લોકઅપ હવાલે કર્યાછે.ખાસ કરીને શાક માર્કેટ નો સળગતો પ્રશ્ન છે આડેધડ લારીઓ ઉભી રાખવામાં આવતી હોય જેનેલઈ ખાસ મહિલાઓને પરેશાની ભોગવવી પડતી હોય આજે શાકમાર્કેટ માં પણ લાલઆંખ કરી હતી.અડચણ રૂપ લારિધારક વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મહિલા પીએસઆઈ એ ઉમેર્યું હતુંકે રાહદારી વિદ્યાર્થીનીઓ,યુવતીઓ,કે મહિલાઓ ને પજવણી ની કોઈ ફરિયાદ આવશે તો તેવા કેસમાં ખાસ તપાસ કરી કડક હાથે આવારા ગિરદી કરતા તત્વો ને ડામી દેવામાં આવશે.

(11:27 am IST)