Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

લઘુતમ વેતન કરતા પણ ઓછો પગાર સરકાર યોગ્ય નહીં કરે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન

કરાર આધારિત કર્મચારીઓને ભારે અન્યાય

ગોંડલ તા ૧૧  :  ગ્રામ વિકાસની જુદી જુદી યોજનાઓ તથા (ICDS) માં ફરજ બજાવતા ૧૧ મહિનાના કરાર આધારીત કર્મચારીઓને થતો અન્યાય તેમ રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રવકતા ભાવેશભાઇ ભાસાએ જણાવેલ કે ભાજપ સરકાર દ્વારા રોજગારીની તકો ઉભી કરવાની મોટી મોટી વાતો કરે છે, પણ હકીકત સ્થીતી જુદી છે. ગુજરાતના ઉચ્ચ  અભ્યાસુ માસ્ટર ડીગ્રી ધરાવતા કર્મચારીઓને ૧૧ માસના કરાર આધારીત નીચા પગારમાં શોષણ કરવામાં આવે છે અને થોડા દિવસો પહેલા અનેક કર્મચારીઓને છુટા કરી આઉટશોરોમાં ભરતી કરી કર્મચારીઓના  નામે  પણ ભ્રષ્ટાચાર આદર્યો છે અને બીજી બાજુ કર્મચારીઓનું શોષણ લઘુતમ વેતન કરતા પણ ઓછો પગાર આપે છે. વધુમાં ભાવેશભાઇ ભાસા એ જણાવેલ જો સરકાર યોગ્ય દિશામાં આગળ નહીં વધે તો આવનારા સમયમાં તાલુકા લેવલે તથા જીલ્લા લેવલે ફરજ બજાવતા કર્મચારીઓને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

(11:27 am IST)