Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પ્રભાસપાટણમાં સવનીયા કોલેજમાં વર્લ્ડ સ્કીલ ડેની શાનદાર ઉજવણી

પ્રભાસપાટણ તા.૧૧: સોમનાથ વેરાવળ નેશનલ હાઇવેરોડ ઉપર આવેલ. કે.વી.સવનીયા કોલેજમાં વર્લ્ડસ્કીલ ડેની ઉજવણી કરવામાં આવેલ.

ડી.યુનિક એજયુકેશન સોસાયટી આયોજીત પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર વેરાવળ (ગીર-સોમનાથ) ખાતે વલ્ડ સ્કીલ ડે ની ઉજવણી કરવામા આવી આ કાર્યક્રમમાં  ૧૫૦ યુવા ભાઇઓ અને બહેનોએ ભાગ લીધેલ.

કેન્દ્ર સરકારની સ્કીલ ઇન્ડિયા યોજના અતર્ગત ડી.યુનિક એજયુકેશન સોસાયટી ગુજરાતમા કો.ઓર્ડીનેટર હરેશ કાતરીયા તથા નસીમઅલીના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત બેરોજગાર યુવા ભાઇઓ તથા બહેનોને હાઇવે રોડ ઉપર આવેલ સવનીયા કોલેજમાં  ટુકા ગાાના જુદા જુદા કોર્ષ જેવા કે મેકઅપ આર્ટીસ્ટ, સીવણ, કન્સાઇન્મેન્ટ બુકીંગ આસીસ્ટન્ટ કુરીયર ડીલીવરી જેવા કોર્ષની ટ્રેનીંગ આપવામા આવે છે. અને ટ્રેનીંગ કમ્પલીટ તથા પછી જોબ પ્લેસમેન્ટ પણ કરવામા આવે છે.

આ ઇન્સ્ટીટયુટમાં સવારે ૯ થી ૧ અને બપોરના ૧/૩૦ થી ૫/૩૦ દરમ્યાન બે શીફટમા વિનામુલ્યે ટ્રેનીંગ આપવામાં આવે છે. જેનો વેરાવળ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવા ભાઇ-બહેનો બહોળા પ્રમાણમાં લભ લે તેમ જણાવેલ છે.

(11:26 am IST)