Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ભાવનગરમાં નવતર કાર્યક્રમ યોજાયો : વરસાદના વધામણા સાથે ચલો બચપણ કી ઔર

ભાવનગર તા.૧૧ : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ.વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા વરસાદના વધામણા સાથે ચાલો બચપણ કી ઔર શિર્ષક હેઠળ વિવિધ રમતોનુ આયોજન કર્યુ હતુ.

વર્તમાન સમય ટેકનોલોજીનો છે આજે કોમ્પ્યુટર અને મોબાઇલ યુગમાં આજના વિદ્યાર્થી પાસે આપણી મુળભુત રમતો રમવાનો સમય પણ નથી અને તેને કારણે આપણી મુળભુત રમતો ભુલાઇ જાય છે.

એક સમય હતો કે જયારે દરેક ઋતુ પ્રમાણે આપણી રમતો હતી. ચોમાસાના સમય દરમિયાન વરસાદની વચ્ચે પણ વિદ્યાર્થીઓ રમતો રમતા પરંતુ આજના આધુનીક યુગમાં આ પરંપરા વિસરતી જાય છે. નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગરના બીએ વિભાગ દ્વારા વરસાદના વધામણા સાથે બાળપણની વિવિધ રમતોને તાજી કરવા ચાલો બચપણ કી ઔર શિર્ષક હેઠળ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

(11:22 am IST)