Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જામજોપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે પૂ. જેન્તીરામબાપાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાં દ્વિદિવસીય મહોત્સવ ઉજવાશે

ભજન-સત્સંગ સંતવાણી ગુરૂપૂજન દંતયજ્ઞ રકતદાન કેમ્પ સહિતના આયોજનો દેશ-વિદેશથી ભાવિકો ઉમટશે તડામાર તૈયારીઓ

ધુનડામાં ગુરૂપુર્ણિમની તડામાર તૈયારી :.. જૂનાગઢ : જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ ખાતે પૂ. જેન્તીરામ બાપાના સાનિધ્યમાં સોમવારથી દ્વિદિવસીય ગુરૂપુર્ણિમાં પર્વની ઉજવણી થનાર છે. ઉપરોકત તસ્વીરમાં પૂ. જેન્તીરામબાપા સંતપુરણધામ આશ્રમના વિવિધ વિભાગો તેમજ તૈયાર થઇ રહેલ ડોમ નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

જૂનાગઢ તા. ૧૧ :.. આગામી તા. ૧૬ ને મંગળવારના રોજ ગુરૂપુર્ણિમા પર્વ હોય જેની ભારતભરમાં ભકિતભાવ સાથે ગુરૂ ભકતો દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે જામજોધપુર નજીક આવેલ ધુનડાન સતપુરણધામ આશ્રમ ખાતે પૂ. જેન્તિરામબાપાના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમાં મહોત્સવની દ્વિદિવસીય ઉજવણી કરવામાં આવનાર છે.

પૂ. જેન્તિરામબાપાએ જણાવ્યું હતું કે ત્રણસો પાસંઠ દિવસમાં ઘણાબધા પર્વો ખૂબ જ પ્રેમભાવથી તન-મન-ધન અને મન વચન કર્મથી ઉત્સવો ઉજવાય છે. આવો સુંદર અલૌકિક બધા જ પર્વનો મહિમા છે.

અને એમાં પણ સર્વશ્રેષ્ઠ સર્વોત્તમ જો કોઇ પર્વ હોય તો તે ગુરૂપુર્ણીમાં ગુરૂપુર્ણીમાં એટલે સર્વનુ પર્વ અને સર્વશ્રેષ્ઠ પર્વ આમ તો ગુરૂપુર્ણીમાંનુ નામ છે. વ્યાસપુર્ણીમાં છતાં વ્યાસ પુર્ણિમાં એટલે ગુરૂપુર્ણીમાં એટલે બધા જ પર્વોની મા સોળેય કળાએ ખીલેલ રાત એટલે ગુરૂપુર્ણિમાં અમૃતનો સાગર અને ગુરૂઓ પાસેથી ઉર્જા અમૃતવર્ષા મેળવવા નો અવસર.

ગુરૂપુર્ણિમાં ના દિવસે સૌ ગુરૂભકતો પોતાના ગુરૂદ્વારે જઇ કૃતજ્ઞતા  વ્યકત કરે છે. અને આધ્યાત્મિક જીવનમાં ઉન્નત થયા કૃપા પ્રાપ્ત કરે છે.

અને ગુરૂપુર્ણીમાંના દિવસે ગુરૂમાં અનોખી ઉર્જાનો સંચાર થાય છે. અને તેઓ ભકતોને આધીદેવિક આધિભૌતિક અને ત્રિવીધતાપમાંથી બચાવી  તેને સતત ભજનાનંદી બનાવે છે અને સતત પ્રભુ ભજન સ્મરણમં શ્વાસો શ્વાસનુ વિજ્ઞાન સમજાવી તેના માં દેહભાવ ટાળી આત્મભાવ પ્રગટ કરાવે છે. અને રાગદ્વેષ ઇર્ષા જેવા દુગર્ણોમાંથી   મુકત કરી નિરાકાર સ્વરૂપથી સાકાર સ્વરૂપની યાત્રા કેમ થાય ધ્યાન સમાધી યોગમાં આગળ કેમ વધવુ તેની પૂ. જેન્તીરામબાપા ભજન સત્સંગ દ્વારા અનુભવગત વર્ણન કરશે તેમજ તેમના ગુરૂદેવ પૂ. હરિરામબાપાના સાનિધ્યમાં સમર્પણ ભાવથી કરેલ સેવાથી તેમના જીવનમાં આવેલ પરિવર્તન અને ગુરૂકૃપા કેમ મેળવવી તેને કેમ રિઝવવા વગેરે બાબતોનું સત્સંગ સાથે વકતવ્ય આપશે.

આ ગુરૂપુર્ણિમાં મહોત્સવની તા. ૧પ ને સોમવાર સવારથી ઉજવણીનો પ્રારંભ થશે અને પૂ. જેન્તીરામબાપા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાશે તેમજ તા. ૧૬ ને મંગળવારના રોજ સવારે ૯ કલાકે પૂ. હરિરામબાપાની ચરણ પાદુકાનું શાસ્ત્રોકવિધી સાથે પૂ. જેન્તીરામબાપા પૂજન કરશે બાદમાં સત્સંગ સભામાં આશિવર્ચન આપશે ત્યારબાદ પૂ. જેન્તીરામબાપાનું સેવક સમુદાય દ્વારા ભાવપૂજન કરાશે.

આ દિવસીય મહોત્સવ દરમ્યાન સૌરાષ્ટ્ર ગુજરાત - મહારાષ્ટ્ર અને દેશ-વિદેશમાંથી ભાવિકો આ અવસરે ગુરૂવંદના કરવા આવનાર હોય જે તે ધ્યાનમાં લઇ બે વિશાળ ડોમ ૧પ૦ * ૮૦ સ્કવેર ફુટનો સત્સંગ સભા મંડપ તેમજ ભોજનલાય વોટર પ્રુફ સમીયાણુ ઉભુ કરવામાં આવી રહ્યું છે. અને છેલ્લા એક માસથી આ મહોત્સવને લઇને તડામાર તૈયારી થઇ રહી છે. ગુરૂપુર્ણિમાં ના પાવન પર્વે આશ્રમ ખાતે સમજ સેવાની સરીતારૂપે રકતદાન કેમ્પ દંતયજ્ઞનું પણ આયોજન કરાયુ છે. તેમજ રાત્રે નામી-અનામી કલાકારોની સંતવાણીનું પણ આયોજન કરાયુ છે અને સતત બે દિવસ અવિરત ભોજન પ્રસાદ ભાવિકો ને વિરસવામાં આવશે.

(11:20 am IST)