Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સાવરકુંડલામા આર.ટી.ઓના કેમ્પ રાખવા લોકો દ્વારા માંગણી

સાવરકુંડલા તા.૧૧ : અમરેલી જીલ્લા આરટીઓ કચેરી દ્વારા આરટીઓનો કેમ્પ રાખવાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

લોકોના જણાવ્યા મુજબ અમરેલી આરટીઓ કચેરી દ્વારા અગાઉ સાવરકુંડલા ખાતે વારંવાર આરટીઓના કેમ્પ કરાયા હતા તેથી લોકોને આરટીઓને લગતા કામો કરાવવામાં ઘણી સરળતા રહેતી હતી અને સમય અને જીલ્લા કચેરીએ જવુ ન પડતુ એટલે આર્થિક રીતે પણ ફાયદો થતો હતો. લોકોને ત્યારે સાવરકુંડલામાં આરટીઓ કેમ્પો યોજવાનું બંધ થયુ તેથી સાવરકુંડલા શહેર અને તાલુકાની જનતાને આરટીઓને લગતા કામો માટે જીલ્લા મથકે અમરેલી જવાનુ ફરજીયાત બન્યુ છે અને આર્થિક અને સમયનો લોકો ભોગ બની રહ્યા છે.

લોકોને સમય અને આર્થિક રીતે થતુ નુકશાનને અટકાવવા અને પ્રજાના આરટીઓને લગતા કામોમાં સરળતા અને સુવિધા આપવા ફરી સાવરકુંડલામાં આરટીઓના કેમ્પો રાખવામાં આવે તેવી શહેર અને તાલુકાની જનતામાંથી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

(11:19 am IST)