Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

કાલાવડના વિરવાવમાં ઘનશ્યામ પરમારને ધમકી મળતાં ઝેર પી ગયો

રાજકવટ તા. ૧૧: કાલાવડના વિરવાવ ગામે રહેતાં ઘનશ્યામ નટુભાઇ પરમાર (ઉ.૧૭) નામના વણકર યુવાને સાંજે વાડીએ ઝેર પી લેતાં સારવાર માટે કાલાવડ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ઘનશ્યામ બે બહેનનો એકનો એક ભાઇ છે અને કાલાવડમાં મજૂરી કરે છે. તેના સ્વજનના કહેવા મુજબ ઘનશ્યામના વાહન સાથે તેના મિત્રએ અકસ્માત કર્યો હતો. જેના કારણે નુકસાન થયું હતું. તેનો ખર્ચ ઘનશ્યામે માંગતા મિત્ર તરફથી ધમકી મળતાં તેણે આ પગલુ ભર્યુ હતું. કાલાવડ પોલીસ વધુ તપાસ કરે છે.

(11:17 am IST)