Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ધોરાજીમાં ખેતીની જમીનમાં બીનખેતી વગર ગેરકાયદેસર વાણિજય બાંધકામના દબાણો તંત્ર એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

ધોરાજી, તા.૧૧: આ અંગે જાણવા મળેલ વિગતો મૂજબ ધોરાજી ના જેતપુર રોડ નેશનલ હાઈવૈ પર ખેતી રેવન્યૂ સવે નંબર ૩/૧ પેકીની સયૂકત ખાતા ની કલા ભાઈ સવદાસ ની માલીકી ની સંયુકત ખાતા ની જમીન ની બીન ખેતી વાણીજય હેતૂ ની પરવાનગી મંજૂરી લીધા વગર ગેરકાયદેસર વાણિજય બાંધકામ કરી ને ઉપયોગ શરૂ કરાયેલ જે અગે નાયબ કલેકટર એ લેનડ રેવન્યૂ કોડ ૬૬ ની કલમ હેઠળ નોટીસ મારી ને બીન ખેતી શરતભંગ નો કેસ ચલાવી ને તા ૧૬/૫/૨૦૦૦ નો હૂકમ કરી ને શરતભંગ સાબીત માની ને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા હૂકમ કરાયેલ હતો જેમા સામાવાળા ઓ એ કલેકટર, રેવન્યૂ ઓથોરીટી, હાઈકોટ માં જતા દબાણ દૂર કરવાના હૂકમ કરાતા ધોરાજી મામલતદાર , નાયબ મામલતદાર નદાણીયા, પોલીસ, માગ અને મકાન વિભાગ ના અધીકારી ઓ ની ટીમૈ જેતપુર રોડ પર ગેરકાયદેસર બાંધકામ ના દબાણો દૂર ની કાર્યવાહી હાથ ધરાઈ હતી

આ અંગે ધોરાજી મામલતદાર નો સપક સાંધતા જણાવ્યું હતું કે ધોરાજી માં રેવન્યૂ સવે નંબર ૩/૧ ની સયૂકત ખાતાની   જમીન મા બીન ખેતીની પરવાનગી વગર કલા ભાઈ સવદાસના વારસદારોએ વાણીજય હેતૂના ગેરકાયદેસર બાંધકામ કરી ને ઉપયોગ શરૂ કરાયેલ જે અગે નાયબ કલેકટર ગોડલ એ શરત ભગ કેસ ચલાવી ને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા હૂકમ કરાયેલ જે અગે હાઈકોટ સૂધી કેસ ચાલતા નામદાર હાઈકોટ દાવરા સીવીલ કેસ ૩૪૨૨/૨૦૧૯ ના હૂકમ થી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડાયરેકશન અપાયેલ હતૂ જે અન્વયે પક્ષકારો ને રૂબરૂ બોલાવીને બાધકામ દૂર કરવા જણાવ્યું હતું આમ છતા ગેરકાયદેસર બાંધકામ દૂર નહી થતા ગેરકાયદેસર બાંધકામ ઝૂંબેશ શરૂ કરીને ગેરકાયદેસર બાંધકામ કરનાર પક્ષકારો ને પોતાનો સામાન હટાવી લેવાનો સમય આપી ને બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ અંગે કલાભાઈ સવદાસના વારસદારોએ જણાવ્યું હતું કે અમારી માલીકીની જમીનમાં તંત્ર એ અન્યાય કરીને દબાણો દૂર કરવાની કાયવાહી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે

ધોરાજી માં તંત્ર વાહકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ની કાયવાહી હાથ ધરતા ગેરકાયદેસર બાંધકામ કરનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે

જયારે આ બાબતે જેમનુ દબાણ હતું લોકોએ જણાવ્યું કે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આ બાબતનો સ્ટે છે છતાં પણ મામલતદારે દબાણ દૂર કર્યું છે એ બાબતે અમે પણ કોર્ટમાં જઈશું નામદાર ગુજરાત હાઇકોર્ટ આ પ્રકારનો નિર્ણય લેવાનો અમને તો હુકમ કર્યો નથી અમને હજી સાંભળવા બાકી છે એ પહેલા જ મામલતદાર એ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય એવું અમારું માનવું છે

આ બાબતે મામલતદાર મહેન્દ્ર હુબડા પત્રકારો સંપર્ક સાધુતા આ બાબતે કંઈ જ કહેવાની ના પાડી દીધી હતી અને ચાલતી પકડી હતી જે બાબતે પત્રકારો પર નારાજ થયા હતા

(11:16 am IST)