Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જુનાગઢ પંથકની સગીરાના બળાત્કાર એટ્રોસીટીના કેસમાં પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની જેલસજા

જુનાગઢ તા. ૧૧ : જુનાગઢ એડી.ડીસ્ટ્રીકટ જજ શ્રી પી.એમ.સાયાણીની કોર્ટ દ્વારા સગીરા ઉપર લગ્નની લાલચ આપી બળાત્કાર કરતા આરોપી દીપક ઉર્ફે ભુરીયો ખીમજીભાઇ ચાંદેગરા, રહે. જમનાવડવાળાને ૧૦ વર્ષની સખત કેદની સજા અનેરૂ.પ૦,૦૦૦ નો દંડ ફટકારેલ છે અને સગીરાને રૂ.પ૦,૦૦૦ ની દંડની રકમ વળતર પેટે ચુકવવાનો ચુકાદો આપેલ છે.

આરોપી દીપકભાઇ ઉર્ફે ભુરીયો ખીમજીભાઇ ચાંદેગરાએ દલીત સગીરા જુનાગઢ પંથક વાળી સગીરાને લગ્નની લાલચ આપી, તેણીના વાલીના કબજામાંથી અપહરણ કરી બાદમાં સગીરા સાથે લગ્નની લાલચ આપી બળાત્કાર કરેલ. સદર બનાવ અંગે સગીરાના માતાએ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં સને-ર૦૧ર ના જુન મહીનામાં આરોપી દીપક ઉર્ફે ભુરીયો ખીમજીભાઇ ચાંદેગરા, રહે. જમનાવાડ, તા. ધોરાજીવાળા સામે આઇ.પી.સી.કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ (ર) (પ) મુજબની ફરીયાદ નોંધાવેલ.

એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી પી.એમ.સાયાણીએ ફરીયાદ પક્ષે એડીશ્નલ પબ્લીક પ્રોસીકયુટર અજય વી.જોબનપુત્રાની દલીલ તથા ફરીયાદપક્ષે રજુ કરેલ પુરાવા ગ્રાહ્ય રાખી, એટ્રોસેશન્સ કેસ ના આરોપી દીપક ઉર્ફે ભુરીયો ખીમજી ચાંદેગરાને ભારતીય દંડ સહીતાની કલમ-૩૬૩ (અપહરણ) મુબજના ગુનામાં પાંચ વર્ષની કેદની સજા તથા રૂ.પ,૦૦૦ દંડ ફટકારેલ છે અને દંડ ન ભરે તો વધુબે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આઇ.પી.સી.કલમ-૩૬૬ ના ગુનામાં સાત વર્ષની સાદી કેદની સજા અનેરૂ.૧૦,૦૦૦ દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. તથા આઇ.પી.સી.કમલ-૩૭૬ ના બળાત્કારના ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા અને રૂ. પ૦,૦૦૦ દંડ તથા દંડ ન ભરે તો બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. દંડની રકમ રૂ. પ૦,૦૦૦ ભરપાઇ કરે તો  સી.આર.પી.સી. કમલ ૩પ૭(૧)(ર) મુજબ ભોગ બનનારને રકમ ચુકવવાનો હુકમ કરેલ છે.

સદરહું એટ્રો સેશન્સ કેસના કામે ફરીયાદપક્ષે સરકારી વકીલ તરીકે એડી. પી. પી.અજય વી. જોબનપુત્રા રોકાયેલ હતા.

(11:16 am IST)