Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પોરબંદર નિવૃત પોલીસ કર્મચારીના પ્રમુખપદે વી.એન. ચૌહાણની વરણી

પોરબંદર, તા. ૧૧ : નિવૃત પોલીસ કર્મચારીઓની મીટીંગનું આયોજન કરેલ જેમાં પોરબંદર જીલ્લામાં નિવૃત થયેલ પોલીસ કર્મચારીઓ કોન્સ્ટેબલથી માંડી ડીવાયએસપી સુધીના કુલ-૭પ સભ્યો હાજર રહેલ હતાં અને નિવૃત થયેલ પોલીસ કર્મચારીઓના કોઇ પ્રશ્ન હોય તો તે અંગેની રજૂઆત કરી નિરાકરણ કરી વિગેરે બાબતે ચર્ચા થયેલ.

આ મીટીંગમાં ગુજરાત રાજયના એક પોલીસ કર્મચારી એશોસીએશનના આગેવાનો ધીરસિંહ તથા આર.ડી. સાંગવાન પણ હાજર રહેલ હતાં અને તેમણે નિવૃતિ પછીના પ્રશ્નો અંગે રજુઆત કઇ રીતે કરવી તથા નિવૃત થયેલ પોલીસ અધિકારી કર્મચારીઓના ઉંમર વર્ષ ૭૦ સુધી ફેમીલી વીમાના લાભ મળવા માટે પોરબંદર જીલ્લાના નિવૃત પોલીસ અધિકારી કર્મચારીઓના ફોર્મ ભરવામાં આવેલ છે. આ મીટીંગમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે નિવૃત નાયબ પોલીસ અધિક્ષક વી.એન. ચૌહાણની વરણી કરવામાં આવેલ અને કારોબારીમાં નિવૃત ડી.વાય.એસ.પી. બી.ટી. વાજા તથા નિવૃત પોલીસ ઇન્સપેકટર શ્રી કે.અલ. વિઝુંડા તથા કે.એચ. સાદિયા તથા વસ્તાભાઇ બોખીરીયા, રામભાઇ બગીયા, એભાભાઇ ઓડેદરા, ગાંગાભાઇ વાઢેર, દેવશીભાઇ બારૈયા, ઇબ્રાહીમભાઇ સમા, દિનેશભાઇ જેઠવા તથા એન.એચ. ગોહેલ તથા એચ.જે. છેલાવાડાની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવેલ છે.

(10:20 am IST)