Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વીરપુર જલારામ ધામમાં મેઘરાજાને મનાવવા ૧૨ કલાકની રામધૂન યોજાઈ

વીરપુર, તા. ૧૧ :. ચોમાસાની ઋતુને એક મહિનો થવા આવ્યો છતાંય સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એક ઇંચ પણ વરસાદ થયો ન હોય દુષ્કાળ જેવી પરિસ્થિતી ઉભી થાય તે પહેલાં મેદ્યરાજાને મનાવવા માટે જલારામધામ વીરપુર ખાતે બાર કલાકની રામધુન કરવામાં આવી હતી.

ચાલુ વર્ષે પણ ગત વર્ષની જેમ વરસાદ ખો આપી રહ્યો છે. વર્ષાઋતુને એક મહિનો થવા આવ્યો છતાંય સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એક ઇંચ વરસાદ પણ નથી થયો. જયારે બીજી બાજુ ખેડૂતોએ વાવણી પણ કરી દીધી તેને પંદર દિવસ જેટલું થઈ ગયું આ નવા ઉગનાર ધાન, પાક અને દ્યાસચારાને અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત છે. જેની સામે વરસાદ નહિવત છે ઉપરથી મૂંગા ઢોરો માટેનો દ્યાસચારો પણ ખેડૂતોને ખુબ ઉંચી કિંમત આપીને ખરીદવો પડતો હોય જે ખેડૂતોને આર્થીક રીતે પરવડતો ન હોય ખેડૂતો વરસાદ વરસાદ ઝંખી રહયા છે. જેની સામે સામાન્યજન માટે પણ વરસાદ એટલો જ જરૂરી છે કેમ કે પાણી હશે તો કોઈ પણ ધંધો રોજગાર ચાલુ રહેશે.ઙ્ગ

જેથી માનવી અને પ્રાણીઓની સુખ શાંતિ માટે રીસાય ગયેલ મેદ્યરાજને મનાવવા ખુબ જરૂરી હોય વીરપુર જલારામધામ ખાતે સમગ્ર ગામ તરફથી સતીમાં રતનમાંની ડેરીએ બાર કલાકની રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વરુણદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.(૨-૧)

 

(10:19 am IST)