Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જૂનાગઢની યુવતિનું ફેક આઇડી બનાવી અમદાવાદીએ બિભત્સ ફોટા કર્યા અપલોડ

સગાઇ પણ તોડાવી નાખ્યાની પણ ફરીયાદ

જુનાગઢ, તા. ૧૧: જુનાગઢની યુવતિનું ફેક આઇડી બનાવી અમદાવાદીએ બિભત્સ ફોટા અપલોડ કરી સગાઇ પણ તોડાવી નાંખી હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં સેજની ટાંકી પાસે આવેલ ડો. પોપટના દવાખાના નજીકના એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી ર૧ વર્ષની યુવતિએ અમદાવાદના ચિલોડાના મૌલિક જેન્તીલાલ કલાસવા સામે એ-ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી છે.

જેમાં અમદાવાદીએ યુવતિના નામે ફેક આઇડી બનાવી અને તેમાં યુવતિના ફોટા મૂકી અને બ્લકમેઇલ કરેલ. એટલું જ નહિ મૌલિક કલાસવાએ યુવતિની સગાઇ પણ તોડાવી નાંખી હતી.

આ મતલબની ફરીયાદ લઇ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ પી.આઇ. એમ.એ. વાળા ચલાવી રહ્યા છે. (૮.૧૧)

(4:21 pm IST)