Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ભાડેર હત્યાકાંડનો મામલો વધુ ગરમાયોઃ માત્ર ૮ જ દિ'માં બે પીએસઆઇને બદલી નંખાયા

૮ માં દિ'એ પણ જીવણભાઇનાં મૃતદેહ નહિ સ્વીકારવા પરિવારજનો મક્કમઃ મામલાને રાજકીય સ્વરૂપ અપાઇ રહયાની પણ ચર્ચા

ધોરાજી તા.૧૧: ભાડેર ગામે પટેલ યુવાનની હત્યાનો મામલો પોલીસ માટે પડકારરૂપ બન્યો હોય એવુ લાગે છે. માત્ર ૮ દિવસમાં જ પાટણવાવના બે-બે પીએસઆઇ બદલીના ભોગ બન્યા છે.

આ અંગે વધુમાં જાણવા મળ્યાનુંસાર પટેલ પરિવારે જીવરાજભાઇ સાંગાણીનો મૃતદેહ સ્વીકારવાની આજે ૮ માં દિવસેય ના પાડી દીધી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદે પાટણવાવના પી.એસ.આઇ. કે.કે. ગોહિલની તાત્કાલીક અસરથી બદલી કરી ધોરાજીના શ્રી બાંટવામાં નિમણૂંક કર્યા બાદ ફરી માત્ર ૪ દિવસ માંજ પીએસઆઇ શ્રી બાંટવાની પણ બદલી કરી ઉપલેટાના શ્રી ભોજાણીની પાટણવાવના પીએસઆઇ તરીકે નિમણૂંક મોડી રાત્રીના કરી હતી.

અત્રે નોંધનીય છે કે, સમગ્ર પ્રકરણની તપાસ સીપીઆઇ કે.આર. ડીવાયએસપી રાવત પાસે હતી, પરંતુ તેની પાસેથી લઇ જેતપુરના દેસાઇને સોંપવામાં આવેલ છે.

છતાં આજે સતત ૮માં દિવસે પણ પ્રશ્નનો કોઇ ઉકેલ આવેલ નથી...! સાથે-સાથે આ ઘટનાએ રાજકીય સ્વરૂપ પણ પકડી લીધાની ચર્ચાએ જોર પકડયું છે. (૧.૧૦)

 

(12:02 pm IST)