Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

બાબરા તાલુકાના ૫૮ ગામના લોકો સાથે ગોરઠી કરતા સાંસદ કાછડીયા

ગ્રામજનોના નાનામાં નાના પશ્નો સાંભળી ઉકેલની ખાત્રી ખાપી

બાબરા, તા.૧૧: અમરેલી જીલ્લા ભાજપ ના કાછડીયા દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત બાબરા તાલુકાના ૫૮ ગામોના પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યું સાસંદ સભ્ય નારાયણભાઇ કાછડીયા એ ડોર ટુ ડોર લોકોને મળીને ચર્ચાઓ કરી હતી ગ્રામજનોના પ્રશ્ર્નોનુ સ્થાળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું ગ્રામજનો ની ઉપસ્થિતમા રોડ રસ્તા બ્લોક રોડ ખેડૂતો મળતી સુવિધાઓ નો લાભ મળે એ માટે જરૂરી માર્ગદર્શન આપયુ હતૂ -જી -એ- બી - આર એમ બી ના લગતાં પ્રશ્ર્નો ની લોકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી આ પ્રશ્ર્નો નુ સાસંદ ની હાજરી નિરાકરણ કરવામાં આવ્યું હતું

 પ્રવાસના છેલ્લા દીવસે ચરખા ધુધરાળા ગમાપીપળીયા ઇસાપર મીયી ખીજડીયા ગરણી કણુકી કોટડાપીઠા ખાનપર કલોરાણા વાવડા ઉંટવડ નવાણીયા રાયપર સહીત ૧૯ ગામોનો મુલાકાત લીધી હતી. આ તકે ગામે ગામે સાસંદ સભ્ય નારાયણભાઇ કાછડીયાનુ સ્વાગત કરવામાં આવ્યું હતું જે તે ગામોના સરપંચો આગેવાનો ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવાસ દરમ્યાન માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા બાબરા તાલુકા ભાજપના પ્રમુખ નિતીન ભાઇ રાઠોડ મહામંત્રી મહેશભાઈ ભાયાણી શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ આબંલીયા શહેર ભાજપ ઉપ પ્રમુખ દિપક કનૈયા જીલ્લા ભાજપના આગેવાન ભુપેન્દ્રભાઇ બસીયા બિપીનભાઇ રાદડીયા જીવાજીભાઇ રાઠોડ અશોકભાઈ રાખોલીયા બાદુરભાઇ બકોતરા સવજીભાઇ બાંભવા કુમારશીહ સોલંકી રાજુભાઈ વિરોજા જીવરાજભાઈ લાહર હિંમતભાઇ દેત્રોજા રમેશભાઈ ચાવડા દીપકભાઇ કાવઠીયા કિશોરભાઇ માંધડ પ્રવિણભાઈ દાફડા સહીત ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્ય કરતા ઓ આ પ્રવાસ મા જોડાયા હતા

પ્રવાસ દરમ્યાન જોડાયાએલા ભાજપ ના કાર્યકરો તથા ઉપસ્થિત રહેલ ગ્રામજનો આભાર સાસંદ સભ્ય નારાયણભાઇ કાછડીયાએ માન્યો હતો.

(11:37 am IST)