Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મોરબીમાં મહિલા પોલીસકર્મીનો ગળેફાંસો ખાઈ આપઘાત :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

પોતના ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો

મોરબીના એ ડિવિઝન પોલીસ લાઈનમાં રહેતી મહિલા પોલીસ કર્મચારીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હોવાથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા
બનવાની મળતી વિગત મુજબ મોરબી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી અને એ ડિવિઝન પોલીસ લાઈનમાં ક્વાર્ટરમાં રહેતી નિતુબેન એન. પરમાર નામની એલઆરડી  મહિલા કર્મચારીએ પોતના ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો લીધો હતો ઘટનાની જાણ થતાં એસ.પી. સુબોધ ઓડેદરા, dysp મુનાફ પઠાણ, lcb તેમજ એ ડીવીઝનનો સ્ટાફ દોડી આવ્યો હતો આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

(7:27 pm IST)