Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

જુનાગઢમાં રાત્રે જુના મનદુઃખથી છરી, પાઇપ, સોડા બોટલથી હુમલોઃ ૬ને ઇજા

જુનાગઢ તા.૧૧ : જુનાગઢમાં રાત્રે જુના મનદુઃખથી  ૬ શખ્સોએ છરી-પાઇપ અને સોડા બોટલ વડે હુમલો કરતા પાંચ મહિલા સહિત ૬ વ્યકિતને ઇજા થઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે જુનાગઢમાં ભારત મીલના ઢોરા વિસ્તારમાં રહેતા અમીનાબેન રહેમતખાન પઠાણ (ઉ.૪૦) ના પુત્ર અબ્બાસ સાથે તેનાજ વિસ્તારનો અપ્પુ સરવદી સાથે જુનુ મનદુઃખ હતું.

આ બાબતથી રાત્રે અપ્પુ તેમજ કારીયો ોઢા રફલાનો ભાઇ, મારૂકડો શેખ, રફલો દંતે નવાજ સરવદી અને અમીન બાપુ સૈયદ સહિતના શખ્સો મહિલાના ઘરે ધસી ગયા હતા.હથિયારો સાથે ધસી આવેલા આ શખ્સોએ છરી, પાઇપ તેમજ સોડા બોટલ વડે હુમલો કર્યો હતો.

જેમાં અમીનાબેન તેમજ નજમાબેન, સબાનાબેન, વલીમહમદ, હબીસબેન અને અમીનાબેન સહિત પરિવારના સભ્યોને ગંભીર ઇજા પહોંચી હતી.

હુમલાના બનાવથી ભારત મીલ ઢોરા વિસ્તારમાં સનસની મચી ગઇ હતી. આ અંગે જાણ થતા એ ડીવીઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા હતા.

હુમલા અંગે પોલીસે અમીનાબેનની ફરીયાદ લઇ હુમલાખોરો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી વિશેષ તપાસ પી. આઇ. એ.જી.ચૌધરી ચલાવી રહ્યા છે.

(1:16 pm IST)