Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

અમરેલી જીલ્લામાં પ્રથમ ધોધમાર વરસાદ વરસતા અનેક નદી-નાળા-ચેક ડેમોમાં નવા નીર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૧ :.. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કર્યા બાદ સતત બીજા દિવસે પણ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નદી, નાળા, ચેક ડેમોમાં નવા નીર આવ્યા હતાં.

સાવરકુંડલા, ધારીના ખીચા, દેવળા, વિરપુર, ગોપાલગ્રામમાં વરસાદ પડયો હતો. ચલાલામાં નદી, નાળામાં પાણીની આવક સતત શરૂ રહી હતી. ચલાલામાં અંદાજિત ત્રણ ઇંચ વરસાદ પડયો હતો ભારે વરસાદના કારણે ચલાલામાં ગોઠણ બુડ પાણી ભરાયા હતા ભારે વરસાદથી હુડકો સોસાયટીમાં આવેલ ડીંડકીયો વોકળામાં બે-કાંઠે પાણી વહયુ હતું. બગસરાના હાલરીયામાં વરસાદ પડયો હતો. ખાંભાના વાંકીયા, નાના વિસાવદરમાં ધોધમાર બે થી ત્રણ ઇંચ વરસાદ પડતા નદી નાળા વહેતા થયા હતા અને નાના ડેમો છલકાયા હતાં.

રાજુલા શહેરમાં બે વાગ્યાની આસપાસથી ધીમીધારે વરસાદ શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ પડયો છે ત્યારે રાજૂલા શહેરમાં વિજળી સાથે લાઇવ ગુમ થઇ છે આ વરસાદથી ગોકુલનગરના રસ્તે આવેલી બાપા   સીતારામ મઢી પાસે પાણી ભરાયું હતું. બાપા સીતારામ મંદિરના દર્શન કરવા પણ મુશ્કેલ પડતું હોવાનું કાળુભાઇ ઝાખરા જણાવ્યું હતું. બીજી તરફ ધારનાથ મહાદેવ પાણી ભરાતા આ બજાર સંપૂર્ણ બંધ થઇ ગઇ હતી તેમજ શ્રીજીનગર વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને વાહન ચાલવા મુશ્કેલ થઇ રહ્યા હતા ત્યારે પાલિકા દ્વારા યુધ્ધના ધોરણે હજી તો સામાન્ય વરસાદ પડે છે ત્યારે આવા પાણીના તળાવ ભરાઇ જાય છે ત્યારે વધુ વરસાદ પડશે ત્યારે આ શહેરી વિસ્તારનું શું થશે તેઓ વૈદીક પ્રશ્ન વેપારીઓમાંથી ઉઠવા પામ્યો છે તેમજ તાત્કાલીક ધોરણે અહીં પાણી ભરાય છે તેનો નિકાલ નગરપાલિકાએ કરવો જોઇએ તેવી માગણી આ વિસ્તારના લતાવાસીઓમાંથી ઉઠવા પામી છે. વરસાદમાં પાણી ભરાયેલું તે ભુવા કોલેજ તથા ધારનાથ પાછળ તથા ગોકુલનગર બાપા સીતારામનો રોટલો જાફરાબાદ રોડ બાજુમાં બાપા સીતારામનો ઓટલો તળાવના રૂપમાં ભરાયા હતાં. રાજુલાના ભાવનગર - સોમનાથ નેશનલ હાઇવે હિંડોરણા નજીક બેઠા પુલ ઉપર પાણી ફરી વળતા મોટા વાહનોનો વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. જાફરાબાદના લોર, હેમાળ, જીકાદ્રી, એભલવડ સહિતના ગામોમાં બપોરના સમયે વાવણી લાયક ધોધમાર વરસાદ પડતા જગતના તાતમાં ખુશીનો માહોલ સર્જાયાનું જણાવાયું છે.

ધારગણી આસપાસનાં વિસ્તારોમાં સાડા ચારથી પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા સેલ નદી બે-કાંઠે શરૂ થઇ હતી અને લોકોએ વાવણીનાં શ્રીગણેશ કર્યા છે.

(1:11 pm IST)
  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST

  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST

  • ' જય જગન્નાથ ' : 285 વર્ષમાં પહેલીવાર જગન્નાથજી યાત્રા ભક્તો વિના નીકળશે : રસીકરણ કરાવેલ વોલન્ટિયર્સ જ રથ ખેંચી શકશે : વર્તમાન કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય access_time 11:29 am IST